પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવ વજાપુર પ્રાથમિક શાળાના અમિતકુમાર ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ એવોર્ડ તેમજ પ્રમાણપત્ર પ્રાપ્ત.
પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત શ્રી વજાપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી અમિતકુમાર ભીખાભાઇ રાવળ ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ એવોર્ડ પ્રમાણપત્ર બાળ અધિકાર આયોગ, ગાંધીનગરના સચિવ શ્રી દિનેશભાઈ કાપડિયા, પૂર્વ મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશીના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું.
તા. 23 ઓગસ્ટ, 2026 ધોળકા સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર શાંતિવન ખાતે રવિવારના રોજ પાંચમો પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. કપડવંજ તાલુકાની વાર્તાનો વડલો શાળામાંથી શરૂ થયેલું આ અભિયાન છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર ગુજરાતમાં વ્યાપક જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત અગાઉ ગુજરાતની ૩૨૦૦ શાળાના બે લાખ બાળકો 6 લાખ વેસ્ટ બોટલ ત્યારબાદ વધુ ૧૨૫ શાળાના ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા બે લાખ બોટલો એકત્રિત કરવામાં આવતા કુલ આઠ લાખ ઈકો-બ્રિક્સ બોટલોનો આંકડો પાર થયો છે. આ સિદ્ધિની નોંધ India Book of Recordsમાં કરવામાં આવી છે.
આ પ્રસંગે રેકોર્ડ પ્રમાણપત્રનું વિતરણ બાળ અધિકાર આયોગ, ગાંધીનગરના સચિવ શ્રી દિનેશભાઈ કાપડિયા, પૂર્વ મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશી, વડ વાવો અભિયાનના પ્રણેતા શ્રી રજનીભાઈ પટેલ તથા કેડિલાના સિનિયર મેનેજર શ્રી દવે સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન મિનેષ પ્રજાપતિ, વાર્તાનો વડલો પ્રાથમિક શાળા, કપડવંજ તથા અનિલ રોહિત, દોસ્ત ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન દ્વારા “પ્લાસ્ટિક ઘટાડો, પર્યાવરણ બચાવો અને બાળકોમાં જવાબદારીની ભાવના જગાવો” નો સંદેશ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે.
*બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા*
*મો ન 9998340891*


