જિલ્લા કલેક્ટર શ્રી અને જી.આઇ.ડી.સી. પ્રમુખશ્રી દ્રારા મતદાન જાગૃતિ વિષયક એમ.ઓ.યુ કરાયા
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે અને હિંમતનગર જી.આઇ.ડી.સી. પ્રમુખશ્રી શ્યામ સલુજા દ્રારા મતદાન જાગૃતિ વિષયક એમ.ઓ.યુ કરાયા.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ ને અનુલક્ષીને ઔધોગિક એકમો અને તેની સાથે સંકળાયેલ કામદારો / શ્રમિકો ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃતિની પ્રવૃતિઓમાં સહભાગી થાય તે હેતુ થી એમ.ઓ.યુ કરાયા હતા. જિલ્લા વહીવટી તત્રં સાથે હિંમતનગર જી.આઇ.ડી.સીના મતદાન જાગૃતિ અંગે એમ.ઓ.યુ કરવામાં આવ્યો. લોકશાહીને મજબુત કરવા માટે નાગરીકોમાં મતદાન અંગે સમજ વધે અને દરેક નાગરીક મતદાન માટે પ્રેરીત થાય તે માટે જાગૃતિ અભિયાન યોજાઇ રહ્યા છે.
આ એમ.ઓ.યુ વખતે નાયબ ચુંટણી અધિકારીશ્રી જય પટેલ તેમજ ચુંટણી શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 157089
Views Today : 