Sunday, December 22, 2024

થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરતી ઓટો રિક્ષાઓની ઓળખ માટે એસોસિએશન દ્વારા યુનિટ નંબર લગાવવામાં આવ્યા…

થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરતી ઓટો રિક્ષાઓની ઓળખ માટે એસોસિએશન દ્વારા યુનિટ નંબર લગાવવામાં આવ્યા…

થરાદ પોલિસ હદ વિસ્તારમાં તાલુકાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં ફરતી ઓટો રીક્ષાઓમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા માટે થરાદ તાલુકા રીક્ષા ચાલક એસોસિએશન દ્વારા પોલીસ મથકે યુનિટ નંબર લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

થરાદ ખાતે શ્રમિક બેરોજગારો ઓટો રીક્ષા ચલાવીને પોતાના પરિવાર માટે રોજગારી મેળવી રહ્યા છે ત્યારે અમુક બહારથી રિક્ષાઓ થરાદ શહેરમાં પેસેન્જરના સ્વાગમાં ચોર ટોળકિયો આવતી હોય છે ત્યારે થરાદ શહેરમાં જણસી વેચવા તેમજ ખરીદી કરવા આવતા મુસાફરોને બેસાડી અલગ રસ્તાએ લઈ જઈને લૂંટ ચોરી તેમજ અન્ય પ્રકારના ગુન્હાઓ આચરી ભાગી જતા હોય છે જેથી આવી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા તેમજ રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરીની સુરક્ષા માટે રીક્ષા એસોસિએશન દ્વારા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં ફરતી સ્થાનિક રિક્ષાઓ પર યુનિટ નંબર લગાવવામાં આવ્યા છે જેથી રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરો યુનિટ નંબર જોઈને રિક્ષામાં મુસાફરી કરે જેથી કોઈપણ બાબતનો ભોગ બને નહિ જેના માટે એસોસિએશન દ્વારા આ બાબતે પોલીસ મથકે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પીઆઇ સીપી ચૌધરી, આર.આર.રાઠવા, ટ્રાફિક પોલીસ સહિત પોલીસ કર્મચારીઓ તેમજ રીક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ ભુરપુરી ગોસ્વામી, હાજાજી રાજપૂત, દેવરામ મિસ્ત્રી, રીક્ષા ચાલક એસોસિએશનના હોદેદારો સહિત મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો ઉપસ્થિત રહ્યા છે

રીક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ ભુરપુરી ગોસ્વામીએ તમામ રીક્ષા ચાલકોને જણાવ્યું હતું કે શહેરના રસ્તાઓ પર તેમજ શહેરના વિવિધ રીક્ષા સ્ટેન્ડ પર પાર્ક કરેલ રિક્ષાઓમાં મોટા અવાજે ટેપ વગાડવા તેમજ કોઈપણ પ્રકારનો નશો કરવો નહીં અને મુસાફરો સાથે સભ્યતાથી વર્તન કરવું અને રીક્ષા ચાલક એસોસિએશન બાંહેધરી પત્રક મુજબના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે અને જો કોઈ પણ રીક્ષા ચાલક નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એના માટે રીક્ષા ચાલક એસોસિએશન જવાબદાર રહેશે નહીં જેથી દરેક રીક્ષા ચાલક મિત્રોએ પોતાની રીક્ષા ઉપર દિન દશમાં યુનિટ નંબર લગાવવો જરૂરી છે અને જે રીક્ષા પર યુનિટ નંબર નહિ હોય તેવી રીક્ષા ચાલક સામે પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores