થરાદ ભારત વિકાસ પરિસદ દ્રારા રાષ્ટ્રીય સમુહ ગાન પ્રતિયોગીતા ૨૦૨૪ યોજાઈ.
પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબરે એસ.વી.કીડ્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ આવી.
પ્રતિનિધિ – થરાદ
દેશના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના નિર્માણ થાય અને દેશ ભક્તી ચેતના નો સ્વર ગુંજતો કરવા ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્રારા રાષ્ટ્રીય સમુહ ગાન પ્રતિયોગીતા ૨૦૨૪ યોજાઈ. જેમા પ્રાથમિક વિભાગની ૮ અને માધ્યમિક વિભાગની ૯ અને કોલેજની ટીમોએ ભાગ લીધો હતો. જેમા પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબરે એસ.વી.કીડ્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ આવી, માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબરે ગાયત્રી વિદ્યાલય તેમજ કોલેજ વિભાગમાં પ્રથમ નંબરે સરકારી સાયન્સ કોલેજ થરાદ વિજેતા બની હતી. જેમા નિર્ણાયક તરીકે સંગીત વિશારદ હિતેશભાઈ સોની, અનિતાબેન પટેલ અને નીતાબેન ગોસાઈ હતા. રાષ્ટ્રીય સમુહ ગાન પ્રતિયોગીતા ના સમુહ ગીતોની સાથે સાથે આઝાદીના અમ્રુત મહોત્સવ પ્રસંગે પાલનપુરની મલ્હાર બીટ્સ દ્વારા અને થરાદ ના સુપ્રસીધ લોક ગાયકો નરેશ રાયકા, રાજલબા જાલા, મહેશભાઈ બારોટ, રોશની સોની, અશોક દોહટ, રાહુલ ગામોટ, ભાનુબેન પ્રજાપતિ દ્રારા દેશ ભક્તી ના ગીતોની રમઝટ બોલાઈ હતી.
આ રાષ્ટ્રીય સમુહ ગાન પ્રતિયોગીતા માં મુખ્ય મહેમાન પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પી.એસ ઈશ્વરભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયા, અગ્રણી ડી.ડી.રાજપૂત,અર્જુનસિંહ વાધેલા, અજયભાઈ ઓઝા મુખ્ય મહેમાન હતા. રાષ્ટ્રીય સમુહ ગાન પ્રતિયોગીતામાં ઉદેશીભાઈ જે. પટેલ, નવીનભાઈ જી. પટેલ નો વિશેષ સહયોગ રહ્યો હતો.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષની કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, લાયન્સ ક્લબ ના પ્રમુખ વશરામભાઈ પટેલ , આર.એસ.એસ ના કાશીરામભાઈ પુરોહિત, વાવ-થરાદ અને સુઈગામ ડોકટર એસોસીએસનના પ્રમુખ ડૉ.વિમલભાઈ દવે, ઉપપ્રમુખ ડૉ.રાજેન્દ્રસિંહ જાડેજા, યોગ ગુરુ ડૉ. રીતેશભાઈ પ્રજાપતિ, દશરથભાઈ સોની તેમજ ભારત વિકાસ પરિષદના તમામ સભ્યો અને થરાદ નગરના નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહેલ.
ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ ડૉ .કે.જે.પટેલ અને મંત્રી શિવરામભાઈ પટેલ, ઉપપ્રમુખ ડૉ. હિતેન્દ્ર શ્રીમાળી, રાજુભાઈ સોની, ખજાનચી દિનેશભાઈ બારોટ, સહમંત્રી હિતેશભાઈ ત્રિવેદી, રાષ્ટ્રીય સમુહ ગાન પ્રતિયોગીતા ના સંયોજક શ્યામ પટેલ અને સહસંયોજક પરબત ચૌધરી એ કાર્યક્રમને સફળ બનાવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન ડૉ.હિતેન્દ્ર શ્રીમાળી અને થરાદ ના જાણીતા એન્કર સંજયભાઈ ત્રિવેદી એ કર્યું હતું.
*પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબરે એસ.વી.કીડ્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ આવી , માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબરે ગાયત્રી વિદ્યાલય તેમજ કોલેજ વિભાગમાં પ્રથમ નંબરે સરકારી સાયન્સ કોલેજ થરાદ વિજેતા બની હતી*