Wednesday, January 8, 2025

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક માટે 192 મતદાન મથક કેન્દ્ર પર 321 મતદાન મથકો પર આજે મતદાન. 

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક માટે 192 મતદાન મથક કેન્દ્ર પર 321 મતદાન મથકો પર આજે મતદાન.

 

 

કુલ 321 એવીએમ દ્વારા 1.61 લાખ પુરુષ અને 1.49 લાખ મહિલા મળી કુલ 3.10 લાખ મતદારો કરશે મતાઅધિકારનો ઉપયોગ. બનાસકાંઠાની પેટા ચૂંટણી વિધાનસભા 07- વાવ બેઠક માટે આજે મતદાન.

વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ કુલ 10 ઉમેદવારો વચ્ચે આજે ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાતની ૦૭-વાવ વિધાનસભા મત વિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 07:00થી સાંજના 6:00 કલાક સુધી મતદાન યોજાશે જેના માટે 321 બેલેટ યુનિટ 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટ નો ઉપયોગ કરવામાં આવશે મતદાન મથકો ખાતે કુલ 1,412 જેટલા અધિકારી કર્મચારીઓ ફરજ બજાવશે વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરુષ અને 1,49,478 મહિલા અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકશે તારીખ 23 નવેમ્બર 2024 ના રોજ મત ગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.

 

અહેવાલ – સંજય ગાંધી

9998829887

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores