થરાદના ભૂરિયા 11મુખી હનુમાનજી આશ્રમ ખાતે ભાગવત કથાનો ચોથો દિવસ 214મો સુંદરકાંડ યોજાયો
થરાદના ભૂરિયા 11મુખી હનુમાનજી આશ્રમ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે સતત 214મા શનિવારે પૂ ઘેવરદાસ બાપુ ના સાનિધ્યમાં શાસ્ત્રી વિક્રમભાઈ દવે ભૂરિયાવાલાના મુખે સુંદરકાંડ પાઠ યોજાયો આ સ્થળ પર 20 તારીખથી 26 તારીખ સુધી પૂ વિષ્ણુદાસ બાપુ પાટણવાલા મહંતશ્રી પીપલી આશ્રમ ના મુખે બપોરે 1થી 4 વાગ્યા સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલુ છે આ પ્રસંગે સર્વેને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે કથા ના ત્રીજા દિવસે માનનીય ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ બનાસડેરીના ચેરમેન અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહેલ આ પ્રસંગે ભૂરિયા ગામનો વર્ષો જૂનો પ્રશ્ન ભૂરિયાથી વનાજી ગોલીયા રોડ માટે ઘેવરદાસ બાપુ દ્વારા અધ્યક્ષશ્રી સમક્ષ રજુઆત કરતા તેમણે જણાવેલ કે હુ સંતનુ વચન નહિ ઉથાપુ તેમણે ભૂરિયા વનાજી ગોલીયા થી પેપર ગામ સુધી પાકો રોડ બનાવવામા આવશે તેવી જાહેરાત કરેલ
તથા ગામ તથા હનુમાનજી મંદિર માટે 11લાખ ગ્રાન્ટ ની જાહેરાત કરેલ ગામ લોકો એ ખૂબ આભાર માનેલ
અહેવાલ
દવે નરસીભાઈ લુવાણા કળશ