Thursday, December 5, 2024

વર્ષમાં બે વાર આ વેક્સિનના ડોઝ લેવાથી HIVના સંક્રમણને રોકવામાં મદદ મળશે.

વર્ષમાં બે વાર આ વેક્સિનના ડોઝ લેવાથી HIVના સંક્રમણને રોકવામાં મદદ મળશે.

 

 

વૈજ્ઞાનિકોએ લેનાકાપાવીર નામની વેક્સિન વિકસાવી છે. આ વેક્સિનને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે HIV ના ઇન્ફેકશનને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

 

વૈજ્ઞાનિકોએ એક વેક્સિન વિકસાવી છે. વર્ષમાં બે વાર આ વેક્સિનના ડોઝ લેવાથી HIV ના સંક્રમણને રોકવામાં મદદ મળી શકે છે. આ દાવો દક્ષિણ આફ્રિકામાં લેનાકાપાવીર નામની વેક્સિન પર થયેલા ક્લિનિકલ ટ્રાયલમાં કરવામાં આવ્યો છે. ટ્રાયલના પરિણામો બાદ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ વેક્સિન 100 ટકા અસરકારક જોવા મળી છે. તે HIVના ઇન્ફેકશનને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ ટ્રાયલમાં પાંચ હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.વેક્સિનના ડોઝ 6 મહિનામાં એકવાર અને વર્ષમાં બે વાર આપવામાં આવ્યા હતા. આ વેક્સિન લેનારા લોકોમાં એચઆઈવીનું ઇન્ફેકશન ન જોવા મળ્યું. જો કે વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું છે કે અત્યારે માત્ર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું છે, પરંતુ તેના પરિણામો ખૂબ સારા છે. એવામાં લેનાકાપાવીરની આ વેક્સિન 120 ગરીબ દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે આ વેક્સિન અત્યાર સુધી ઉપલબ્ધ HIVની કોઇપણ સારવાર કરતાં વધુ સારી છે.

 

HIV ઇન્ફેકશનને રોકવામાં ઘણી અસરકાર છે આ વેક્સિન

 

એક અહેવાલમાં ડ્યુક યુનિવર્સિટીના ગ્લોબલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટરને ટાંકીને જણાવાયું કે એશિયાના ઘણા દેશોમાં લેનાકાપાવીરનો ઉપયોગ પહેલાથી જ થઈ રહ્યો છે. અમેરિકા, કેનેડા અને યુરોપમાં આ ઇન્જેક્શન સનલેન્કા બ્રાન્ડ નામથી વેચાઈ રહ્યું છે. એચઆઈવીના દર્દીઓ માટે આ એક ચમત્કાર સમાન છે. જો કે, સંક્રમિત દર્દીને તેના પરિણામો જોવા માટે લગભગ બે વર્ષ રાહ જોવી પડી શકે છે. બે વર્ષ પછી જ ખબર પડે છે કે એચઆઈવીનું સંક્રમણ ખતમ થયું છે કે નહીં.

 

આ દરમિયાન, વર્ષમાં બે વાર આ વેક્સિન લેવી પડે છે. માત્ર બે ડોઝ પૂરતા છે. ટ્રાયલના પરિણામો ખૂબ સારા આવ્યા છે. આને ધ્યાનમાં રાખીને, આ વેક્સિન આફ્રિકાના એ દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે જ્યાં HIVના કેસ વધુ છે.

 

સતત ઘટી રહ્યા છે HIVના કેસ

 

વિશ્વના ઘણા દેશોમાં HIV ઇન્ફેકશનના કેસ સતત ઘટી રહ્યા છે. એચઆઈવીના વાયરસથી થતા એઈડ્સ રોગથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ ઘટી રહી છે. ગયા વર્ષે 6, 30,000 દર્દીઓ એઇડ્સના કારણે મૃત્યુ પામ્યા હતા. આ આંકડો 2004 પછીનો સૌથી ઓછો છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો અને મૃત્યુના આંકડામાં ઘટાડો આ રોગની રોકથામ માટે સારો માનવામાં આવી રહ્યો છે.

 

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. એક ભારત ન્યુઝ તથા ન્યૂઝ ઓફ વડાલી આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

 

બ્યુરો રિપોર્ટ – સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores