સાબરકાઠાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે જિલ્લા વેકસીન સ્ટોરનું ખાતમુહુર્ત કરાયું
સાબરકાઠાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલના વરદહસ્તે અને હિંમતનગરના ધારાસભ્યશ્રી વિ.ડી.ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વેકસીન સ્ટોરનું ખાતમુહુર્ત કરવામા આવ્યું હતું.
સ્વસ્થ ભારતના નિર્માણમાં માતા અને બાળકનું સ્વાસ્થ્ય મહત્વના પાસા છે. માતામરણ અને બાળમરણ દર નીચે લાવવામાં રોગ પ્રતિકારક રસીઓની અગત્યની ભુમિકા હોય છે. સાબરકાઠા જિલ્લામાં દર વર્ષે આશરે 36, 800 સગર્ભામાતાઓ, 34,100 બાળકો અને 61,700 શાળાએ જતા અને ન જતા બાળકોને વિવિધ રોગો સામે રક્ષણ આપતી રોગ પ્રતિકારક રસીઓ આપવામાં આવે છે.
રોગ પ્રતિકારક રસીઓની ગુણવતા સાચવવા રસીના ઉત્પાદન સ્થળથી લાભાર્થીના શરીરમાં જાય ત્યાં સુધી નિયત તાપમાને સાચવવી જરુરી હોય છે. આ માટે રાજ્યકક્ષાએથી સાબરકાઠાં જિલ્લામાં લગભગ રુ.1 કરોડ 57 લાખના ખર્ચે જિલ્લા વેકસિન સ્ટોરનું નવીન ભવન મંજુર થતા જિલ્લા વેકસીન સ્ટોરનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિ ડૉ. રાજ સુતરિયાએ જિલ્લા વેકસિન સ્ટોરની જરુરિયાત અને અગત્યતા અંગે માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી અનસુયાબેન ગામેતી, બાંધકામ સમિતિ ચેરમેનશ્રી સેજલબેન પટેલ, ખેત ઉત્પાદન સમિતિ ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ અને અધિકારિશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891