(સંજય ગાંધી વ્યારા તાપી તા.૧૦/૧૨ )
શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી ખુ.મ. ગાંધી પ્રાથમિક શાળા વ્યારામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તાપી જિલ્લાની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર તથા આવશ્યક જીવન કૌશલ્ય ની તાલીમ આપવામાં આવી. ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ તાલીમ લીધી. તાલીમમાં સામેલ સૌ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને જુનિયર રેડ ક્રોસના બેચ આપવામાં આવ્યા.