સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર શ્રી ડો. રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
સાબરકાંઠા જિલ્લા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા સંકલન બેઠકમાં શિક્ષણ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા.
રાજ્યસભા સાંસદ શ્રીમતી રમિલાબેન બારાએ આદિજાતી વિસ્તારનામાં શાળાના ઓરડા, રોડ રસ્તા, જ્યોતિગ્રામ, પરા વિસ્તારમાં વીજળીકરણ, ધરતી આંબા અભિયાન અંતર્ગત વીજળીકરણ જમીન, ખુલ્લા બોરવેલ બંધ કરવા અંગે પ્રશ્નો રજુ કર્યા હતા.
હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલાએ તાલુકામાં ઇ. કે. વાય. સી. અંગે, શહેરમાં ઓવર બ્રિજ, ટ્રાફિકની સમસ્યા, નગરપાલીકા વિસ્તારમાં ગટરવ્યવસ્થા, શહેરના રસ્તા, ખેડૂતોના પ્રશ્નો , સોલાર યોજના અંગે, જનહિતને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા.
ખેડબ્રહ્મા ધારાસભ્ય શ્રી તુષાર ચૌધરીએ આ બેઠકમાં ખેડબ્રહ્મા ખાતે સી.સી રોડ રસ્તા, સ્ટેટ હાઇવે વિકાસ, પાણી, વીજળી, શિક્ષણ સંકુલમાં કિચન શેડ નિર્માણ તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અંગે પ્રશ્નો રજુ કર્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી એ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. સામાન્ય જનતા દ્રારા પુછાતા પ્રશ્નો ના જવાબ સમય મર્યાદામાં આપવા, કચેરીઓની સફાઇ, આરોગ્ય સેવાઓ અને સરકારી લેણાની વસુલાત અંગેના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી કે.એ.વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, તમામ પ્રાંતશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 166650
Views Today : 