Tuesday, December 31, 2024

ગીર ગઢડા:- ગુજરાત સરકાર ની ખિલખિલાટ વાન દર્દીઓ ની સેવા ના બદલે ખાતર ભરી ફેરા મારતી નજરે પડી

ગીર ગઢડા:- ગુજરાત સરકાર ની ખિલખિલાટ વાન દર્દીઓ ની સેવા ના બદલે ખાતર ભરી ફેરા મારતી નજરે પડી

 

વાઇરલ વિડિયો ગીર ગઢડા પંથક નો હોવાનું જાણવા મળ્યું

 

ગુજરાત સરકાર ની ખિલખિલાટ વાન દર્દીઓ ની સેવા ના બદલે ખાતર ભરી ફેરા મારતી નજરે પડી.રાજ્ય સરકાર દ્વારા સગર્ભા મહિલાઓની સેવા માટે ખિલખિલાટ વાન સેવાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. પરંતુ ગીર ગઢડામાં ખિલખિલાટ વાન વાહનનો ખાતર ની થેલી ભરવામાં ઉપયોગ થતો જોવા મળ્યો. સગર્ભા મહિલાને બદલે ખિલખિલાટ વાનમાં ખાતરની થેલીઓનું વહન થઈ રહ્યું છે. સરકારી વાહન ખિલખિલાટ વાનનો દુરુઉપયોગ થતો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.રાજ્યમાં મોટા શહેરો સિવાયના ગ્રામીણ અને છેવાડાના વિસ્તારોને વધુ સુવિધા આપવા સરકાર નવી યોજનાઓ અને સેવા પૂરી પાડતી હોય છે. આ વીડિયોમાં દેખાય છે કે સરકારી વાહનમાં ખાતરની થેલીઓ લઈ જવામાં આવે છે. ખિલખિલાટ વાનમાં ખાતરની થેલીઓ ઠાલવાતો વાયરલ વીડિયોથી સવાલ થાય છે કે શું સરકારને નઘરોળ કામગીરીની જાણ નથી. કે પછી આ મામલે આખ આંડા કાન કરવામાં આવી રહ્યા છે.ખિલખિલાટ વાનનો વાયરલ વીડિયો જોઈ સવાલ થાય છે કે સરકારને લોકોના આરોગ્યની ચિંતા નથી, પરંતુ ખાતરની ખરેખર ચિંતા છે ! શું આરોગ્ય વિભાગને ખાતર ભરવા ખિલખિલાટ વાન આપી છે ? અને જો સરકારી અધિકારીઓને જાણ બહાર આ પ્રવૃત્તિ થતી હોય તો શું વાન ચાલક અંગત ઉપયોગ માટે આવા સરકારી વાહનનો ઉપયોગ કરી શકે છે…? ખિલખિલાટ વાનના વાયરલ વીડિયોએ અનેક સવાલ પેદા કર્યા છે. આ વીડિયો બાદ આરોગ્ય વિભાગ યોગ્ય પગલાં લેશે કે નહી ?રાજ્ય સરકાર આરોગ્ય સંસ્થાઓમાં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને બાળકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ આપવાના ઉમદા હેતુ સાથે ખિલખિલાટ વાહનોની સેવા શરૂ કરવામાં આવી હતી. આ પહેલનો ઉદેશ્ય સર્ગભા બહેનોને સુરક્ષા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવાનો છે. પરંતુ સરકારી વાહનોનો દુરુપયોગ થઈ રહ્યો છે તેની સરકારને પોતાના પણ જાણ નથી. હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવા માં આવે છે કે કેમ…?

 

રિપોર્ટર:ધર્મેશ ચાવડા ગીર ગઢડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores