ખેરોજ પોલીસ દ્વારા મોબાઈલ ચોરીના ગુન્હા નો ભેદ ઉકેલી આરોપી ને ઝડપી પાડ્યો
ખેરોજ પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી એન સાધુ ની સૂચના મુજબ સર્વેલન્સ સ્કોડના માણસો પૈકીના આ.પો.કો. વિરેન્દ્રકુમાર અમૃતભાઈ ને ખાનગી રાહે હકીકત મળેલ કે ખેરોજ ગામ CHC પાસે એક ઈસમ જેને આખી બોયનું ટીશર્ટ તથા કમરે જીન્સનું પેન્ટ પહેરેલ છે જે ઈસમ બિલ વગર નો મોબાઇલ ફોન સસ્તા ભાવે વેચવા માટે ફરે છે જે બાતમી હકીકત આધારે સર્વેલંસના માણસો સાથે ખેરોજ ગામ CHC પાસે આવેલ રોડ ઉપર જઈ સદરી વર્ણન વાળા ઈસમને પકડી પાડી સદરી ઈસમનું નામ પૂછતાં પોતે પોતાનું નામ મિતેશભાઇ જશુભાઈ જાતે પરમાર ઉ.વ. આ. 24 રહે. માકડચંપા તા. દાતા.જી. બનાસકાંઠાનો હોવાનું જણાવેલ અને શરીરની અંગજડતી કરતા એક samsung કંપનીનો ગેલેક્સી A. 71 મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઈલ ફોનના આધાર પુરાવા માંગતાએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી યુક્તિ પ્રયુક્તિ થી પૂછતા પોતે આ મોબાઇલ ફોન ચોરી કરેલ હોવાનું કબુલ કરતો હોય જેથી samsung કંપનીનો ગેલેક્સી એ. 71 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 15,000 નો ચોરીના ગુનામાં નોંધાયેલ હોય સદરી પાસેથી મળેલ હોય તપાસ અર્થે કબજે લેવામાં આવેલ આમ સદર ગુનાનો મુદ્દામાલ રીકવર કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં ખેરોજ પોલીસ ટીમને સફળતા મળી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 160493
Views Today : 