કચ્છ બ્રેકિંગ…
લ્યો બોલો..કચ્છમાં સ્પીડ બ્રેકરના ડખ્ખામાં 92 લોકો સામે ફરિયાદ નોંધાઈ
ભચાઉ તાલુકાના લુણવા ખાતે બે પક્ષો વચ્ચે સ્પીડ બ્રેકર બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ
ડખ્ખામાં PSI સહિતના પોલીસ કર્મીઓ પર હત્યાના ઇરાદે જીવલેણ હુમલો થયો
આરોપીઓ ફરિયાદ નોંધાવનાર યુવકોને મારવા જતા હતા ત્યારે પોલીસ વચ્ચે પડતાં ટોળુ તુટી પડયું
ફરિયાદ કેમ લીધી તેમ કહીને બે જણાએ PSIને પકડી રાખ્યા અને ત્રીજાએ હત્યાના ઈરાદે માથામાં પથ્થર ઝીંકી દીધો
બે મહિલા સહિત પાંચ પોલીસકર્મીને લાકડાના ધોકા અને પથ્થર વડે માર માર્યો
પોલીસની સરકારી ગાડીઓમાં તોડફોડ પણ કરાઈ
સ્પીડ બ્રેકર બનાવવા બાબતે બે પક્ષ વચ્ચે થયો હતો ડખ્ખો
ભચાઉ પોલીસ મથકે 22 વિરુદ્ધ નામજોગ અને 70 અજાણ્યા સ્ત્રી-પુરૂષોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ
મતદાનની આગલી રાત્રે બનેલી ઘટનાએ તંત્રની સજ્જતાની પોલ પાધરી કરી
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891






Total Users : 160156
Views Today : 