>
Tuesday, March 24, 2026

ગીર સોમનાથ એ.સી.બી સફળ ટ્રેપ: એસ.એલ.આર નો ઓફિસર એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. સોમનાથ SLR ઓફિસર રાવત સિસોદિયા રૂ.૧,૦૦,૦૦૦ લાખની લાંચ લેતા ઝડપાયા હતા.પ્રોપર્ટીકાર્ડ કાઢવા માટે પ્રમોલગેશન ની અરજી કરી હતી જેને મંજૂર કરવા ને લઈ તેમણે લાંચ માંગી હતી પરંતુ તેઓ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.મળતી વિગત મુજબ,ગીર સોમનાથ જિલ્લાની એસ.એલ.આર કચેરીમાં ફરિયાદીશ્રીએ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપેલ જે અરજી મંજૂર કરવાની કાર્યવાહી કરવાના આક્ષેપિતે અરજદારશ્રી પાસેથી રૂ.૧,૫૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ અને આ બાબતે રકઝકના અંતે આક્ષેપિતે રૂ.૧,૩૦,૦૦૦/- માં કામ કરી આપવાનું નક્કી કરેલ જે પૈકી રૂ.૧,૦૦,૦૦૦/- આજરોજ ફરિયાદીશ્રી પાસે મંગાવેલ અને બાકીના રૂ.૩૦,૦૦૦/- પછીથી આપવાનું કહેલ.આમ, ફરીયાદશ્રી લાંચની રકમ આપવા માગતાં ન હોય ફરીયાદશ્રીએ ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટે.નો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા એસ.એલ.આર.કચેરી, ઈણાજ ખાતે આરોપી સ્થળ પર રંગેહાથ ઝડપી પાડ્યો .એસીબી(ACB)એ રાવત સિસોદિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના સરકારી કચેરીઓમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. એસીબી(ACB)ની આ કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.આ ઘટનાએ જાહેર જનતામાં એક સવાલ ઉભો કર્યો છે કે, સરકારી કચેરીઓમાં શું ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે સામાન્ય કામ માટે પણ લાંચ આપવી પડે છે? આ ઘટના દર્શાવે છે કે, એસીબી(ACB) ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. એસીબી(ACB)એ ભ્રષ્ટ અધિકારીઓને ચેતવણી આપી છે કે, તેઓ ગમે તેટલા મોટા અધિકારી હોય, પરંતુ જો તેઓ લાંચ લેતા પકડાશે તો તેમને કડક સજા થશે. આ ઘટનાએ સામાન્ય જનતાને પણ હિંમત આપી છે કે, તેઓ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે અને એસીબી(ACB)ને જાણ કરે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores