લાલાબાપા તિથિ કમિટી આણંદ દ્વારા શ્રી જેઠવા સાહેબ બોરસદનું સામાજિક લેખક તરીકે વિશેષ સન્માન કરાયું
બોરસદમાં રહેતા અને વ્યવસાયે શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ઘનશ્યામભાઈ જેઠવા.બોરસદ.જેઓ છેલ્લા ઘણા વર્ષોથી.સમગ્ર ગુજરાતમાં સમાજ જાગૃતિ માટે અને જૂના રીત રિવાજો તેમજ ચીલા ચાલુ જિંદગી અને વર્તમાન જીવનશૈલી પર વિવિધ વિષયોને ધ્યાને રાખી સામાજિક વૈચારિક ક્રાંતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.તેમના શબ્દો અને લેખોને સોસીયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાએ ખૂબ આવકારેલ છે.લોકોને જીવનમાં ખૂબ સારું એવું માર્ગદર્શન પૂરું પાડેલ છે.
લાલાબાપાની 84મી પુણ્ય તિથિના તા 20.4.2025ને રવિવારે આણંદ લાલાબાપા તિથિ સમિતિ દ્વારા તેમની સેવાઓ,વિચારો અને સમાજ જાગૃતિની નોંધ લઈ વિશેષ સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે શ્રી ઘનશ્યામભાઈ જેઠવાએ સૌ કમિટી સભ્યો તેમજ સર્વે જ્ઞાતિ જનોનો,વાચકો તેમજ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891


