સતપંથ બાળ સભા સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો
પ્રેરણાપીઠ પીરાણા ના યુવાન સંત શ્રી પંકજદાસજી મહારાજની નિશ્રામાં સતપંથ બાળ સભા જાગૃતિ કાર્યક્રમ અંકલેશ્વર સુરત અને વડોદરા મુકામે મોટી સંખ્યામાં સતપંથના સાચા સૈનિક એવા બાળકોને ધર્મ સંસ્કાર થકી સત્યના પંથ ઉપર ચાલવા માટે જે જરૂરી જ્ઞાન હોવું જોઈએ તેના માટેની વિસ્તૃત સમજ યુવાન સંતશ્રી પંકજદાસજી મહારાજે આપી હતી.. ત્રણ દિવસના આ અભિયાનમાં મોટી સંખ્યામાં સમાજના પ્રહરી એવા વડીલો માતાઓ, બહેનો યુવાનો પણ હાજર રહ્યા હતા.જનજાગૃતિ, યુવા જાગૃતિ થકી બાળ સભાની સમૃદ્ધિ કાર્યક્રમ સાથે રાણા સમાજ તેમજ કચ્છ કડવા પાટીદારના સાચા સતપંથી સૈનિકો હાજર રહ્યા હતા. ત્રણ દિવસના આ સમગ્ર અભિયાન દરમિયાન પૂજ્યશ્રી પંકજદાસજી મહારાજ, જ્યોતિ હાઈસ્કૂલના શ્રી જીતુભાઈ પટેલ શ્રી શાંતિભાઈ પટેલ શ્રી નિલેશભાઈ પટેલ અને મોડાસાથી અતુલભાઇ પટેલ જોડાયા હતા. જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી.
તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891





Total Users : 155959
Views Today : 