સાબરકાંઠામાં PM- JAY અંતર્ગત વર્ષ 2024માં કુલ 36,202 કલેઇમ સામે 87 કરોડ જેટલી રકમ ચૂકવાઈ
સ્વસ્થ ભારત માટે સંકલ્પબદ્ધ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
આયુષ્માન ભારત દિવસ દર વર્ષે ભારતમાં 30 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ તમામ નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓના મહત્વ પર ભાર મુકવાનો છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અમીર અને ગરીબ વચ્ચે કોઈ ભેદ કરતી નથી. કોઈને ઓછી કે કોઈને વધુ પણ પ્રત્યેક વ્યક્તિને તબીબી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. જે આપણી દૈનિક આદતો અને જીવનશૈલી, ખોરાકની ટેવો, આપણા વ્યસનો અને અન્ય બાબતો પર આધારિત છે. જરુરતમંદ પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનુ સુરક્ષા કવચ પ્રભુના આશીર્વાદ સમાન છે. રાષ્ટ્રના પ્રત્યેક જરુરતમંદ નાગરિકના સ્વાસ્થ્ય માટે ભારત સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે.
આકસ્મિક આવી પડતી બિમારી સમયે આયુષ્માન કાર્ડ પરિવાર માટે સારા અને સાચા સગા સમાન સાબિત થાય છે. સાબરકાંઠા જિલ્લામાં કુલ 8,13,743 આયુષ્માન કાર્ડ હોલ્ડર છે. વયવંદના યોજના હેઠળ જિલ્લામાં 6466 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે.
વર્ષ 2024માં કુલ 36202 કલેઇમ સામે 87 કરોડ ઉપરાંતની રકમ ચુકવવામાં આવી છે. જેમાં હ્રદયને લગતી બિમરીઓમાં 8000 ઉપરાંત ક્લેમમાં 34 કરોડ જેટલી રકમ, નવજાત શિશુઓની સારવારમાં 4400 ઉપરાંત ક્લેમમાં 12 કરોડ , કેન્સરની સારવારમાં 2600 ઉપરાંત ક્લેમમાં 4 કરોડ ઉપરાંતની રકમ આ ગંભીર બિમારિઓમાં ચુકવવામાં આવી છે.
આ ઉપરાંત કિડનીની ગંભીર બિમારી, હર્નીયા, પ્રોસ્ટેટ, એપેંડિકસ, સારણગાંઠ, થાઇરોઇડ, કુતરા કરડવા, સાપ કરડવા, ગંભીર એનિમિયાની સારવાર, પ્રસુતિની સેવાઓ, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોની સારવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને ખાનગી અને સરકારી સંસ્થાઓ ખાતે સેવાઓ મળે છે. આયુષ્માન કાર્ડ અંતર્ગત જરુરી જાણકારી માટે આપ નજીકના સરકારી આરોગ્ય કેંદ્રનો સંપર્ક કરી શકાય છે.
તસવીર અહેવાલ .. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 