Sunday, October 6, 2024

અંબાજી હડાદ રોડ ઉપર બસનો અકસ્માત થવાના કારણે બસના બે ટુકડા થઈ ગયા.

અંબાજી હડાદ રોડ ઉપર બસનો અકસ્માત થવાના કારણે બસના બે ટુકડા થઈ ગયા.

અંબાજી દર્શન કરવા આવેલ યાત્રીઓ ભરેલી બસને હડાદ રોડ નજીક અકસ્માત નડતા બસ પલટી મારી ગઈ હતી. બસ નીચે પડતા બસના બે ભાગ થઈ ગયા હતા. આ અકસ્માતમાં બસમાં સવાર 40 મુસાફરો હતા જેમાંથી 35 થી વધુ મુસાફરોની ઇજાઓ પહોંચી હતી અકસ્માતમાં કોઈ જાનહાનિ સમાચાર મળ્યા નથી પરંતુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંબાજી ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સુત્રો અનુસાર જાણવા મળેલ હતું કે બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે ઘટના સર્જાઇ હતી.

અમુક ઇજાગ્રસ્ત્રોને વધુ સારવાર અર્થે પાલનપુર 108 અને પોલીસ વાહન અને ખાનગી કાર વાહનો દ્વારા પાલનપુર ખસેડવામાં આવ્યા હતા.

ભાદરવી પૂનમ મહામેડા ના બીજા દિવસે ખેડા નડિયાદ થી અંબાજી દર્શન કરવા આવેલો સંઘ માતાજીના દર્શન કરી પ્રાઇવેટ બસમાં પરત જતું હતું. તે સમયે અંબાજી થી 8 કિલોમીટરના અંતરે ચિકલા નજીક અકસ્માત નડ્યો હતો. બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો અને બસની ઉપરનું સજુ તૂટી પડ્યું હતું

બસમાં 40 યાત્રાળુ હતા જેમાં મહિલા પુરુષ અને બાળકોને નાના મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત ની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા..

અહેવાલ. ઇમરાન મેમણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores