>
Wednesday, May 27, 2026

ઇડર-વડાલી હાઈવે પર બાયો-મેડિકલ વેસ્ટ ફેંકાયો.

ઇડર-વડાલી હાઈવે પર બાયો-મેડિકલ વેસ્ટ ફેંકાયો.

 

જેતપુર પાસે ખુલ્લામાં ઝેરી કચરો, આરોગ્ય સામે ખતરો

 

ઇડર-વડાલી હાઈવે પર જેતપુર ગામ નજીક ખુલ્લામાં મોટા પ્રમાણમાં બાયો-મેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવ્યો છે. પટેલ જયંતીભાઈ માધાભાઈના ખેતર પાસે જાહેર રસ્તા પર આ જોખમી કચરો મળી આવતા સ્થાનિક લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે.

 

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી એક્સપાયરી ડેટવાળી ઝેરી દવાઓ, ગોળીઓ અને જોખમી પ્રવાહી ભરેલી બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. નિયમો મુજબ, આવા મેડિકલ વેસ્ટનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવો ફરજિયાત છે.

ખુલ્લામાં પડેલો આ બાયો-મેડિકલ વેસ્ટ આસપાસના ગામોના રહીશો અને હાઈવે પરથી પસાર થતા મુસાફરો માટે ગંભીર બીમારીઓ અને ચેપજન્ય સંક્રમણનું કારણ બની શકે છે. ઉપરાંત કેમિકલયુક્ત બોટલો મૂંગા પશુઓના સંપર્કમાં આવે તો તેમના જીવને પણ મોટું જોખમ ઊભું થઈ શકે છે.

આ સમગ્ર ઘટનાએ આરોગ્ય વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ધમધમતા હાઈવે પર આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત મેડિકલ કચરો ફેંકાઈ જાય અને તંત્રને જાણ ન થાય તે બાબત સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક ગ્રામજએ માંગ કરી છે કે, નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આ જોખમી કચરો ફેંકનાર જવાબદારો અને સંડોવાયેલા હોસ્પિટલ અથવા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, ખુલ્લામાં પડેલા બાયો-મેડિકલ વેસ્ટનો તાત્કાલિક સુરક્ષિત નિકાલ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores