ગોકુળપરા (ભાટસણ) ગામમાં કાચા નેળીયામાં પાકો ડામર રોડ બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાટણ જિલ્લા સમસ્યા મંચ (સુચિત) દ્વારા રજુઆત
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામ નુ પરૂ ગોકુળપરા આવેલુ છે અને આ ગોકુળપરા મા દરજી, રબારી, નાયી, પ્રજાપતિ તેમજ ઠાકોર સમાજ ના આશરે ૨૫૦ જેટલા પરીવારો આ પરા વિસ્તારમાં પોતાના કુટુંબ સાથે તથા પશુપાલન ખેતીનો વ્યવસાય કરે છે આ રસ્તો કાચા નેળીયા માગૅ હોવાથી ચોમાસા ની સિઝનમાં પાણીથી ભરાઈ જાય છે અને કાદવ કીચડ વાળો રસ્તો બની જાય છે અને ત્યાં ચાલીને જવામાં કે સાધનો લઈ જવામાં પણ ખૂબજ મુશ્કેલી પડી રહી છે અને શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને તેમજ ગ્રામજનોને પોતાના રોજીંદા કામકાજ તથા કોઈને આકસ્મિક દવાખાને લઇ જવામાં કે સારા નરસા પ્રસંગોમાં આ રસ્તા ઉપરથી ચાલવામાં ખુબજ તકલીફો પડે છે તેવુ ગોકુળપરા (ભાટસણ) વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે આ રોડ રસ્તા મા તારીખ, ૬/૩/૨૦૨૩ ના રોજ આ વિસ્તારના રહીશો દ્વારા લેખિત રજૂઆત ભાટસણ ગામના વતની અને સરસ્વતી તાલુકા ભાજપ ના પ્રમુખ રમેશજી એલ. ઠાકોર ને રજુઆત કરવામાં આવી હતી
પરંતુ આજદિન દિન સુધી તેમના દ્વારા કોઈજ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા આ વિસ્તારના રહીશો મા રોષની લાગણી પ્રસરી જવા પામી છે તેથી ગોકુળપરા (ભાટસણ) ગામના રહીશો દ્વારા પાટણ જિલ્લા સમસ્યા મંચ (સુચિત) રજુઆત કરવામાં આવી હતી તેથી પાટણ જિલ્લા સમસ્યા મંચ (સુચિત) ના સંયોજક શૈલેષ નાયી (પત્રકાર) દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય, મંત્રી શ્રી માગૅ અને મકાન વિભાગ ગુજરાત રાજ્ય, પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણ જિલ્લા વિકાસ અધિકારી, અને કાર્યપાલક ઇજનેર માંગૅ અને મકાન વિભાગ પાટણ જિલ્લા પંચાયત,ને ગોકુળપરા (ભાટસણ) ગામમાં કાચા નેળીયામાં પાકો ડામર રોડ મંજુર કરી બનાવી આપવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ