સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલ સર પ્રતાપ હાઇસ્કુલ ના મેદાનમાં આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞ યોજાયો
ફરી એકવાર મોદી સરકાર આ સૂત્ર હેઠળ 2024 માં સાબરકાંઠા માંથી લોકસભાની સીટ પર ભાજપ જીતે તે અર્થે 2024 પાટલાના યજમાનો દ્વારા યજ્ઞ કરાયો
મુખ્ય આયોજક તરીકે શ્રી અશ્વિનભાઈ પટેલ ચેરમેન શ્રી બાળ ગોપાળ મંડળી દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું
આ મહા યજ્ઞમાં સાબરકાંઠામાંથી મોટી સંખ્યામાં સંતો મહંતો હાજર રહ્યા હતા
સાબરકાંઠા જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઇડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા સહિત તમામ હોદ્દેદારો પણ આ મહાયજ્ઞમાં જોડાયા હતા

મોટી સંખ્યામાં પાટલાના યજમાનો દ્વારા વિધિ વિધાન સાથે આધ્યાત્મિક અનુષ્ઠાન મહા યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો હતો
મોટી સંખ્યામાં પધારેલ કાર્યકર્તાઓ પાટલાના યજમાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંતો મહંતો ની હાજરીમાં સાબરકાંઠા જિલ્લામાંથી એક કમળનું પુષ્પ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ચરણોમાં ધરવા માટે શપથ લીધા હતા
સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપીને સફળ બનાવવા બદલ તમામ કાર્યકર્તા મિત્રો સંતો મહંતો વગેરેનો મુખ્ય આયોજક અશ્વિનભાઈ પટેલ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 146158
Views Today : 