>
Sunday, July 20, 2025

મકાન/ દુકાન કે ઓફિસ ભાડે આપતા માલિકોએ ભાડુઆતની વિગતો તૈયાર કરી પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવાની રહેશે.

મકાન/ દુકાન કે ઓફિસ ભાડે આપતા માલિકોએ ભાડુઆતની વિગતો તૈયાર કરી પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવાની રહેશે.

 

સંજય ગાંધી તાપી તા.૧૭:

તાપી જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિક કે સંચાલકો અગર તો આ માટે ખાસ સત્તા આપેલ હોય તેવી વ્યક્તિઓએ મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમો ભાડે આપેલ હોય તેવા મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકોએ કે સંચાલકોએ નિયત નમૂનામાં માહિતી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર.બોરડે જાહેરનામું બહાર પાડી તાપી જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિક કે સંચાલકો અગર તો આ માટે ખાસ સત્તા આપેલ આપેલી હોય તેવી વ્યક્તિઓએ મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમો ભાડે આપે ત્યારે તેઓએ સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકતિને આવી મિલ્કત ભાડે આપી શકશે નહિં. ભાડે આપવાના હોય તેવા મકાન/દુકાન/ઓફિસ/ ઔદ્યોગિક એકમોની વિગત, ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નિયત નમૂનામાં જે તે વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને દિન-૭માં આપવાની રહેશે. આ હુકમ ૦૮.૦૧.૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores