નાણા વિભાગના અધિક સચિવ શ્રી આનંદભાઈ પટેલ ને રાજ્યના શ્રેષ્ઠ કલેક્ટર માટે કર્મયોગી પુરસ્કાર આપી રાજ્યના મુખ્યમંત્રી સન્માનિત કરશે.
૨૦૨૨-૨૩ મા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી ૨૩ નવેમ્બરે સોમનાથ ખાતે ૧૧ મી ચિંતન શિબિર માં પુરસ્કૃત કરશે.
સોમનાથ ખાતે યોજાનાર ૧૧ મી ચિંતન શિબિરના સમાપન વખતે શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કારથી સન્માન કરવામાં આવશે . ત્યારે વર્ષ ૨૦૨૨-૨૩ માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવનાર છે જેમાં બનાસકાંઠા ના પૂર્વ કલેક્ટરનો અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના વતની શ્રી આનંદભાઈ પટેલ નો સમાવેશ તેઓ શ્રી ની ઉત્કૃષ્ટ કામગીરી ના પરિણામે થયો છે જે સાબરકાંઠા જિલ્લા માટે હર્ષની અને ગૌરવની વાત છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 