જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન જાયન્ટ્સ હિંમતનગર માં આગામી વર્ષ માટે પ્રમુખ અને મંત્રીની પસંદગી કરવામાં આવી.

જાયન્ટ્સ હિંમતનગરની જનરલ મીટીંગ વર્તમાન પ્રમુખ પંકજભાઈ મહેતા ના ઘરે યોજાઈ હતી.સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન હિંમતનગર દ્વારા પ્રમુખ અને મંત્રી ની વરણી કરવામાં આવી.જેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા. સમગ્ર વર્ષ દરમિયાન થયેલા સેવાકીય કાર્યોની નોંધ લેવામાં આવી
આગામી વર્ષ માટે હાલના પ્રમુખ શ્રી પંકજભાઈ જે.મહેતા અને મંત્રી શ્રી મહેશભાઈ એસ.ભટ્ટ ની સર્વ સંમતિથી ફરીથી પસંદગી કરવામાં આવી છે. જાયન્ટ્સ પિપલ્સ ગ્રુપ તરફથી વરણી કરાયેલ બન્નેને અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
રિપોર્ટ – સંજય ગાંધી હિંમતનગર (સા.કા)







Total Users : 163255
Views Today : 