શહેર ના નામાંકિત મોટા મોટા મોલ માં ખરીદી કરતા પહેલાં ચેતજો
મોલ માંથી ખરીદી કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો
અમદાવાદ ના પૂર્વ ના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ઓસીયા હાઇપર મોલ માં એક્સપાયારી ડેટ ના બિસ્કીટ
અમદાવાદ ના પૂર્વ ના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ઓશિયા હાઇપર માટે માં કેટબારી ના ચોકો બ્રેક્સ કુકીસ ના પેકેટ પર 11 Nov 2024 ના રોજ ની એક્સપાયારિ ડેટ હતી જેનું વેચાણ મોલ માં કરી રહ્યા હતા જે કુકીસ 13 દિવસ પહેલાં ની એક્સપાયર ડેટ ના હતા તેનું ઓશિયા હાઇપર ના મોલ માં કોઈ પણ પ્રકાર ના ડર વગર વેચાણ કરવામાં આવી રહ્યું હતું
આજરોજ તારીખ 24/11/2024 ના રોજ વસ્ત્રાલ ખાતે આવેલા વેદ આર્કેડ માં આવેલ ઓસિયા હાઇપરમાર્ટ માં લગભગ સાંજ ના 6.50 ના સમયે ખરીદી કરવા માટે ગયેલ ત્યારે આ કેટબરી કંપની ના ચોકો બ્રેક્સ કુકીસ ખરીદી કરેલ પરંતુ તેના પર ડેટ જોતા તેની એક્ષપયારી ડેટ 11 Nov 2024 લખેલ જોવા મળી હતી તેની જાણ મોલ ના મેનેજર ને કરતા તે એક્ષપયરી ડેટ નો માલ ખસેડી લેતા જોવા મળ્યા હતા
શહેર ના લોકો માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે આપ જ્યારે પણ આવા પ્રતિષ્ઠિત મોલ માં ખરીદી કરવા જાવ ત્યારે અવશ્ય જેતે વસ્તુ ની એક્સપેયારી ડેટ જરૂર જોવી કારણકે સસ્તા ભાવે મળી રહેલ વસ્તુ તમારા સ્વસ્થ સાથે ચેડાં કરી શકે છે
શહેર માં આવા ઘણા મોલ આવેલા છે ત્યાં ફૂડ વિભાગ તરફ થી તપાસ કરવામાં આવે તો એક્સપાયરિ ડેટ નો માલ મળી આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે જેથી ફૂડ અને હેલ્થ વિભાગ તરફ શહેર માં આવેલ તમામ આવા મોટા મોટા મોલ માં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે અને આવી ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવે જેથી કરી આવા એક્સપાયરી ડેટ નો માલ લોકો ને પધરાવતા મોલ માલિકો માં ડર નો માહોલ જોવા મળે અન્ય નિર્દોષ નાગરિકો ને આનો ભોગ બનતા અટકાવી શકાય
બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ
મો ન 9998340891







Total Users : 163251
Views Today : 