ઇડર તાલુકાની દિયોલી હાઈસ્કૂલ ખેલ મહાકુંભમાં વૉલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ઝળકી
ખેલ મહાકુંભ ૨૦૨૪-૨૫ અંતર્ગત ઈડર તાલુકા કક્ષાની અંડર ૧૭ વોલીબોલની સ્પર્ધા આજ રોજ તારીખ ૫/૧/૨૦૨૫ને રવિવારના રોજ ઉમેદગઢ હાઇસ્કુલમાં યોજાઈ હતી.જેમાં શ્રીમતી એમ. જે. મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીની બહેનોની ટીમ વિજેતા થઈ હતી હવે આગામી તારીખ ૧૮/ ૧/ ૨૦૨૫ને શનિવારના રોજ જિલ્લા કક્ષાએ ઈડર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. દિયોલી હાઈ.ની વિદ્યાર્થીનીઓને શાળાના આચાર્ય સંદીપભાઈ પટેલ, કોચ અને શિક્ષક જગદીશભાઈ પટેલ તથા શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન સાથે જિલ્લા કક્ષાએ પણ અવ્વલ આવે તે માટે અઢળક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891