>
Saturday, May 17, 2025

પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ના ગ્રુપ ડિસ્કશન સેશનમાં સાબરકાંઠાની પૂર્વા ગઢવીનું સિલેશન થયુ

પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ના ગ્રુપ ડિસ્કશન સેશનમાં સાબરકાંઠાની પૂર્વા ગઢવીનું સિલેશન થયુ

 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સીધા માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રાલય ભારત સરકારનો શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દર વર્ષે પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઇન્ટરેકટીવ કાર્યકમ “પરીક્ષા પે ચર્ચા”નું છેલ્લા સાત વર્ષોથી સફળ આયોજન કરવામાં આવે છે.આ કાર્યકમની આઠમી કડી “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫” આગામી સમયમાં યોજાનાર છે.જેમાં સાબરકાંઠા જિલ્લાની ફેઈથ હાઈસ્કૂલ, હિમતનગર શાળાની ધોરણ-૧૧ની વિધાર્થીની પૂર્વા અમરદીપ ગઢવીની પસંદગી થઈ છે.

આ કાર્યક્રમ અંતર્ગત કુલ ૦૭ પ્રકારની થીમ પર ધોરણ-૦૯ થી ૧૨ ના ૫૦ વિધાર્થીઓ પ્રત્યક્ષ રીતે પેનલ ડિસ્કશન સેશનમાં ભાગ લે છે અને આ વિધાર્થીઓની પસંદગી રાજ્યને ફાળવવામાં આવેલ ક્વોટા મુજબ કરવામાં આવે છે. આ સંપૂર્ણ ચર્ચા તમામ પ્રકારના ડીજીટલ પ્લેટફોર્મ પર ભારતની અંદર અને વિદેશોમાં આપણા દુતાવાસો દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરવામાં આવે છે.

આ માટે શરૂ વર્ષે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમની “મેનેજીંગ એક્સ્પેકટેશન: રીલ વેઝ રીયલ” ( MANAGING EXPECTATION: REEL VS REAL) નામની થીમ પર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા સાબરકાંઠા જિલ્લાની ફેઈથ હાઈસ્કૂલ, હિમતનગર શાળાની ધોરણ-૧૧ ની વિધાર્થીની પૂર્વા અમરદીપ ગઢવીની પસંદગી થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત રાજ્યના કુલ ૧૧ વિધ્યાર્થીઓની પસંદગી થઈ છે. જેમાં રીલ વેઝ રીયલ” થીમ પર પૂર્વા અમરદીપ ગઢવીની પસંદગી થઈ છે.વિધાર્થીની પૂર્વા અમરદીપ ગઢવી તારીખ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ મુંબઈ મુકામે યોજાનાર દેશભરમાંથી પસંદ થયેલ વિધાર્થીઓ સાથે પેનલ ડિસ્કશનમાં ભાગ લેનાર છે. આ અનેરી સિદ્ધિ રાજ્ય અને શિક્ષણ વિભાગ તેમજ સાબરકાંઠા માટે ગૌરવપૂર્ણ બાબત છે.આ સિદ્ધિ આવનારા સમયમાં અન્ય વિધાર્થીઓને પણ રાષ્ટ્ર સ્તરે પોતાની શાળાનું અને રાજ્યનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કરશે.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores