તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે આવેલ સી.પી.એમ (જે.કે પેપર મીલ) ખાતે મોટી દુર્ઘટના ટળી.
જે.કે પેપર મીલ ના કર્મચારીઓ ની મનમાની માં આ ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ ?
અગાઉ મીલ માં કામ કરતાં લોકો એ જણાવ્યું હતું કે મશીનરી નો સામાન બદલી આપો.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
તાપી જિલ્લાના છેવાડાના વિસ્તાર માં આવેલી સી.પીએમ (જે.કે પેપર મીલ) માં મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી. બનાવ ની વિગત એવી છે કે ગત તા.૧૮ ના રોજ મીલ માં રોજ મુજબ કામ ચાલી રહ્યું હતું ત્યારે બપોર ના ૪ વાગ્યા ના અરસામાં રિવેન્ડર બી.એમ ૪ માં લગાવેલ રોલ અચાનક પટકાયો હતો, પરંતુ વર્કર ની ચતુરાઈ થી જીવ બચી ગયો હતો. મીલ માં કામ કરતાં વર્કરો એ વારંવાર રજૂઆતો કરી છે, કે મીલ નો મશીનરી નો સામાન બદલી આપો પરંતુ મીલ ના હેડ કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે.







Total Users : 161847
Views Today : 