ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર
આગામી ૨૭ ફેબ્રુઆરી થી ૧૭ માર્ચ ૨૦૨૫ દરમિયાન બોર્ડની પરીક્ષા યોજાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ થી શરૂ થશે. ધોરણ ૧૨ ની સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧૭ માર્ચ ૨૦૨૫ ના રોજ પૂર્ણ થશે. રાજ્યમાં બોર્ડની પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોતાના ભવિષ્યની ચિંતા અને સારા ગુણ મેળવી ઉજ્જવળ કારકિર્દીની ઝંખના સાથે વિઘાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યાં છે.આ વર્ષે લેવાનારી બોર્ડની પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં એસ.એસ.સીના ૮૭ કેન્દ્રો પરથી જયારે ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં ૧૭ અને સામાન્ય પ્રવાહમાં ૩૭ કેંદ્રો પરથી પરીક્ષા યોજાશે. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 146143
Views Today : 