>
Friday, May 16, 2025

હિંમતનગર માં 10 વેપારી પાસે થી 312 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું,સાથે 7200 રૂ. નો દંડ વસૂલવામાં આવ્યો.

હિંમતનગર માં 10 વેપારી પાસે થી 312 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું,સાથે 7200 રૂ. નો દંડ વસૂલવામાં આવ્યો.

 

(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)

સ્વચ્છ ભારત મિશન અર્બન કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર નગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે ત્યારે પ્રાદેશિક કમિશ્નર ગાંધીનગર ઝોનની સૂચના અનુસાર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 હેઠળ વિષેશ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું.હિમતનગર નગરપાલિકા ના વર્તમાન પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય અને ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.મ્યુનસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર બ્રિજેશ ભાઈ પટેલ અને દીપકભાઈ જાની સહિત આરોગ્ય વિભાગની ટીમે 10 દુકાન અને ચાના વેપારીઓની તપાસ કરી હતી.તપાસ કાર્યવાહી દરમિયાન કુલ 312 કિલો પ્લાસ્ટિક,5 બોક્સ ચાના કપ,અને સિંગલ યુઝ પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.નિયમનુ ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી 5 ચલણ ધ્વારા કુલ રૂ.7200 નો વહિવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.આ કાર્યવાહી ને લ‌ઈને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores