વાલ્મીકિ સમાજના લાલજી ભગત ની દંડવત યાત્રા નું સમાપન કરાવતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
(એક ભારત ન્યુઝ – સંજય ગાંધી)
આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ સાથે તેમના નિવાસ સ્થાને અંગત મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટીંગ 1 ( એક ) કલાક સુઘી લાંબી ચાલી હતી જેમાં ખુબ નિખાલસતા થી તમામ પ્રશ્નો ને સાંભળ્યા હતા આ અંગત મીટીંગ ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રદેશ પ્રમુખ એવા લાલજી ભગત સાહેબે જે દંડવત યાત્રા માલપુર થી દિલ્હી સુધી એક વર્ષ સુધી ચાલવાની હતી
જેના અનુસંધાન માં આ યાત્રાને મુખ્યમંત્રી સાહેબે સમાપન કરાવી શ્રી લાલજી ભગત સાહેબના પારણા કરાવી અને આવનાર વિધાનસભા અને બજેટ સત્રની અંદરથી શ્રી લાલજી ભગત સાહેબની માંગણીઓ જેમાં શિક્ષણ ને લગતા, ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ને લગતા, વિધાનસભા ને લગતા, નિગમ ને લગતા, વાલ્મીકિ એવોર્ડ અને અન્ય તમામ વાલ્મિકી સમાજના પ્રશ્નોને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માટે આજે સૂચન કરેલ હતું તેમજ વાલ્મિકી સમાજના ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાલજી ભગત સાહેબ , પ્રદેશ ઉપપ્રમુખ શ્રી દિપક સોલંકી સાહેબ ને ખૂબ મોટી સફળતા મળે અને આવનાર સમયમાં શ્રી લાલજી ભગત સાહેબ અને શ્રી દિપક સોલંકી સાહેબ ખૂબ ઊંચાઈઓના શિખરે ચડે એવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબે શ્રી લાલજી ભગત સાહેબ , અને દિપક સોલંકી સાહેબ સાથે તમામ ટીમને આવકારી હતી અને તમામને શુભેચ્છાઓ પાઠવી હતી આજરોજ આ મીટીંગ ગુજરાત પ્રદેશ સંત સમિતિ ઉપપ્રમુખ આઇ સી વાઘેલા સાહેબ વડોદરા, સાબરકાંઠા પ્રમુખ આર કે વાઘેલા કોકરોલ હિંમતનગર, સંદીપભાઈ સોલંકી રડોદરા,કિરણભાઈ સોલંકી માલપુર, રંગાભાઈ સોલંકી માલપુર,દિનેશ રાઠોડ હિંમતનગર થી હાજર રહ્યા હતા.







Total Users : 167793
Views Today : 