વિજ વિભાગની બેદરકારીનો વધુ એક ચહેરો ઉમટ્યો:
વડાલી યુજીવીસીએલ કચેરીમાં કર્મચારીની કામગીરી છોડી આરામમૂડી કચેરી અધિરાજ્ય બન્યું આરામગૃહ?
ન્યૂઝ ઓફ વડાલી
રાજ્ય સરકાર દ્વારા જાહેર સેવાઓમાં જવાબદારી અને સમયપાલન અંગે સતત આપવામાં આવી રહી છે, તેમ છતાં તંત્રના કેટલાક કર્મચારીઓ તેમના આરામ અને નિદ્રાને પ્રાથમિકતા આપતાં કામગીરીમાંથી ઉદાસીન બની બેઠા છે. આવો જ એક ઘટનાક્રમ શનિવારના મધરાતે વડાલી ખાતે સામે આવ્યો, જ્યાં ગાયત્રી નગર સોસાયટીના રહીશો વીજ વિથો ખોરવાતા ગુસ્સાથી યુજીવીસીએલ કચેરીએ પહોંચી ગયા અને ત્યાં જુઠ્ઠાણું બહાર આવ્યું કે ડ્યુટી પર હાજર હોવો જોઇતો કર્મચારી તો ઓફિસ છોડીને બહાર ચાલ્યો ગયો હતો અને તેની જગ્યાએ બીજો કર્મચારી ફોન સાઈડમાં મુકી ઊંઘતો ઝડપાયો!
વડાલી ગાયત્રી નગર વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ પુરવઠો અચાનક ખોરવાઈ જાય છે. રાત્રિના સમયમાં એર કન્ડિશનર કે પંખા ચાલુ કરવાથી લાઈટ ટ્રિપ થઈ જાય છે, જેના કારણે બાળકો, વૃદ્ધો સહિત પરિવારજનો ઉકળાટભરી પરિસ્થિતિમાં હેરાન પરેશાન થઈ જાય છે. વિજ કચેરીમાં વારંવાર ફોન કરવા છતાં જવાબ મળતો ન હોવાને કારણે રહેવાસીઓ રોષે ભરાઈ જાતે જ કચેરીએ ધસી ગયા હતા.
કચેરી પહોંચતાં જ ધક્કાદાયક દ્રશ્ય સામે આવ્યું – ટેલિફોનનું રિસિવર સાઈડમાં મૂકી એક કર્મચારી આરામની ઊંઘ લેતો દેખાઈ આવ્યો, જયારે ડ્યુટી પર નિયુક્ત કર્મચારી બહાર ગયો હોવાનું બહાર આવ્યું. રહીશોએ તાત્કાલિક આ ઘટના કેદ કરી લીધી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દેતા મામલો ગરમાયો.
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ચાર દિવસ અગાઉ પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો, ત્યારે પણ રાત્રે ઓફિસમાં આરામ કરતો કર્મચારી ઝડપાયો હતો. છતાં તંત્રએ કોઈ પગલું લીધું ન હોવાનું ઈશારો કરીને રહીશો હવે ઉત્તરદાયિત્વ નક્કી કરવા તાતી માંગણી કરી રહ્યા છે.
વિજલોડ વધારવા, સ્ટાફની હાજરી સુનિશ્ચિત કરવા અને ઘાતકી બેદરકારી સામે તાત્કાલિક વહીવટીતંત્ર દ્વારા પગલાં લેવા સ્થાનિકોએ તાકીદ છે
અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા