>
Friday, June 20, 2025

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના દેલવાડા ગામે વોશિગ ઘાટ અને ટોઇલેટ બ્લોક બનાવિયા પણ રસ્તો બનાવવા નુ પંચાયત ભુલી ગય

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના દેલવાડા ગામે વોશિગ ઘાટ અને ટોઇલેટ બ્લોક બનાવિયા પણ રસ્તો બનાવવા નુ પંચાયત ભુલી ગય
ઉના તાલુકાના દેલવાડા ગામે જિલ્લા આયોજન મંડળ અને ૧૫% વિવેધીન ની જોગવાઇ અનુસાર રુપિયા ૨૯૬૬૪૭/ ના ખર્ચે ભિડભંજન મહાદેવ મંદિર પાસે ટોઇલેટ બ્લોક તથા વોશિંગ ઘાટ નુ કામ કરવા મા આવેલ છે જનતા ના ટેકસ વેરા વિઘોટી ના રુપિયા માંથી ટોઇલેટ બ્લોક તથા વોશિંગ ઘાટ નુ કામ ખુબ સારી રીતે કરવામાં આવ્યું છે પરંતુ ખાટલે મોટી ખોટ કહો કે પંચાયત સતાધીશો ની અણ આવડત કહો આ ટોઇલેટ બ્લોક નુ કામ પણ તારીખ ૧૯/૦/૩/૨૦૨૫ ના રોજ પુર્ણ કરી દેવામાં આવ્યું છે પણ આ ટોઇલેટ બ્લોક સુધી કે વોશિંગ ઘાટ સુધી પહોંચવા માટે રસ્તો જ નથી બનાવેલો તો સવાલ એ થાય છે કે આ ટોઇલેટ બ્લોક કે વોશિંગ ઘાટ સુધી જવું કય રીતે
સ્થાનિક પંચાયત દ્રારા રુપિયા ૨૯૬૬૪૪૭/ ના ખર્ચે આ ટોઇલેટ બ્લોક અને વોશિંગ ઘાટ બનાવી નાખેલ છે પરંતુ રસ્તા ના અભાવે જનતા ઉપયોગ કરી શકે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી સાથે સાથે સરકાર દ્વારા એવો નિયમ બનાવેલ છે કે આવી સુવિધા ઉપલબ્ધ કરાવતા હોય ત્યારે દિવ્યાંગ લોકો પણ આ સુવિધા નો ઉપયોગ કરી શકે એ હેતુથી દિવ્યાંગ લોકો માટે પણ વેસ્ટન ઘાટ નુ એક ટોઇલેટ હોવુ જોઈએ અને એ મુજબ રસ્તો પણ હોવો જોઈએ જેથી એનો હેતુ સાર્થક થય શકે પરંતુ અહિયા તો ઉલટી ગંગા છે
સ્થાનિક પંચાયત દ્રારા આ ટોઇલેટ બ્લોક કે વોશિંગ ઘાટ સુધી નતો કોઈ રસ્તા ની સુવિધા ઉપલબ્ધ કરાવેલ નથી કે નથી એમાં કોઈ લાઇટ ની સુવિધા ઉપલબ્ધ કરાવેલ આમ પંચાયત ના સત્તાધિશો દ્વારા જનતા ના ટેક્સ અને વેરા વિઘોટી ના પરસેવા ના પૈસા નો વેડફાટ કરવામાં આવ્યો હોય એવો ઘાટ સર્જાયો છે
હવે તો સરકાર એ ખર્ચેલા નાણાં નો જનતા યોગ્ય રીતે ઉપયોગ કરી શકે એ માટે આ ટોઇલેટ બ્લોક તથા વોશિંગ ઘાટ સુધી જવા માટે નો રસ્તો પંચાયત વહેલી તકે બનાવે તથા આ ટોઇલેટ બ્લોક મા રાત્રીના સમયે લાઇટ ની સુવિધા ઉપલબ્ધ કરાવે એવી માંગ ઉઠી છે…… બ્યુરો રિપોર્ટ… રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores