રામેશ્વરકંપાની પાવન ધરા ઉપર અલખના ઓટલે શ્રી રામદેવ ભક્તિ માનસ કથાના ચતુર્થ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રામપર ના વતની અને સાત દિવસીય કથાના વક્તા પરમ પૂજ્ય મહંત શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ દ્વારા ભાવભક્તિ અને શ્રદ્ધાથી સંગીતની સુરાવલીઓ દ્વારા રામદેવજી મહારાજના જીવન ચરિત્ર આધારિત કથાના ચતુર્થ દિવસે અનેકવિધ માનવ જીવન સાર્થક બનાવવાના ઉપયોગી દ્રષ્ટાંતો સાથે ખુબ સુંદર સમજ આપી હતી. અલખના ઓટલાના મહંતશ્રી પ્રકાશબાપુ સીતારામ તથા રામેશ્વર કંપા અને આજુબાજુના હરિભક્તો દ્વારા કરવામાં આવેલ આયોજન ઉડીને આંખે વળગે તેવું છે. આઠ જેટલા એલઇડી સ્ક્રીન અને 15,000 હરિભક્તો બેસી શકે તે રીતે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન પ્રસાદ બનાવવા થી માંડીને વિતરણ કરવાની વ્યવસ્થા પણ બેનમુન છે. કથાનું રસપાન કરવા માટે સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના હરિભક્તો લાભ લઇ રહ્યા છે
. આજરોજ વડાલી અને ખેડબ્રહ્મા વિભાગમાંથી ચાર તાલુકા મંત્રીશ્રી દિનેશભાઈ પટેલ, જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ, તાદલીયા કંપાના હીરાલાલ પટેલ, જશુભાઈ, વિઠ્ઠલભાઈ તથા અરવિંદભાઈ અને વડાલીથી નંદુભાઈ પટેલ સા.કો બેન્કના ડિરેક્ટર અરવિંદભાઈ પટેલ, વિનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 