>
Monday, April 27, 2026

લોકશાહીનું અનોખું પર્વ: ઉનાના કાળાપાણ ગામે લગ્ન બાદ તરત સીધા નવ યુગલ પહોંચ્યા મતદાન મથકે* ઉના:

*લોકશાહીનું અનોખું પર્વ: ઉનાના કાળાપાણ ગામે લગ્ન બાદ તરત સીધા નવ યુગલ પહોંચ્યા મતદાન મથકે*

ઉના:

આજે જ્યારે સમગ્ર પંથકમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે ઉના તાલુકાના કાળાપાણ ગામેથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. કાળાપાણ ગામના એક જાગૃત યુવાને પોતાના જીવનના સૌથી મહત્વના પ્રસંગ એટલે કે લગ્નના દિવસે, ફેરા ફર્યા બાદ મતદાન કરીને નાગરિક ધર્મ નિભાવ્યો છે.

સાત ફેરા બાદ ‘મતદાન’ને અગ્રતા

મળતી વિગત મુજબ, *કાળાપાણ ગામના વર અને વધુ બન્ને નવ યુગલ આજે લગ્ન હોવાથી જાનમાં મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા અને લગ્નની વિધિઓ પૂર્ણ કરી જાન વળા વળાવ્યા બાદ સીધા પહોંચ્યા મતદાન મથકે* વરરાજા લગ્નના પરંપરાગત પોશાકમાં સજ્જ હતા, સાફો બાંધ્યો હતો જોકે, જાડેરી જાન વળાવીયા બાદ તેમણે લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ સમજતા સીધા મતદાન મથકે જવાનો નિર્ણય કર્યો હતો.

*ગામમાં આકર્ષણનું કેન્દ્ર*

વરરાજા જ્યારે વાજતે-ગાજતે મતદાન મથકે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર અન્ય મતદારો અને ચૂંટણી સ્ટાફ પણ આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા હતા. વર અને વધુ બન્ને લાઈનમાં ઊભા રહીને પોતાની આંગળી પર શાહીનું નિશાન લગાવી ગૌરવભેર મતદાન કર્યું હતું. આ દ્રશ્ય જોઈને ગ્રામજનોએ તેમના આ નિર્ણયને વધાવ્યો હતો.

રિપોર્ટર – ભાણજીભાઈ સોલંકી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores