બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા
સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકામાં ભગવો લહેરાયો ભાજપની પ્રચંડ જીત..
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી સવારથી શરૂ થઈ ગઈ હતી..
ગુજરાતમાં તારીખ 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેની મતગણતરી શરૂ થઈ છે. રાજ્યમાં મુખ્ય ત્રણ પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની હરીફાઈ છે. જેમાં સાબરકાંઠાના હિંમતનગર નગરપાલીકા ની ૪૪ બેઠકોમાં ૩૭ બેઠક પર ભાજપની જીત થઈ હતી જ્યારે ૭ બેઠકો પર કોંગ્રેસની જીત થઈ હતી, વોર્ડ નંબર ૧ પર ભારતીય જનતા પાર્ટીની પેનલ નો વિજય થયો હતો જેમાં ગોપાલસિંહ નારાયણહસિંહ રાઠોડ ને સૌથી વધુ મત મળ્યા હતા, વોર્ડ નંબર ૨ પર ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજયી બની હતી જેમાં રાજુભાઈ કરશનભાઈ દેસાઈ ને સૌથી વધુ મત મળ્યા હતા, વોર્ડ નંબર ૩ પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પેનલ નો વિજય થયો હતો જેમાં ઇમરાનભાઈ અલજીવાલા (બાદશાહ) ને સૌથી વધુ મત મળ્યા હતા, વોર્ડ નંબર ૪ પર ૩ બેઠકોમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને ૧ બેઠક ભારતીય જનતા પાર્ટી ને મળી હતી જેમાં ગોવિંદસિંહ ઉદેસિંહ રાઠોડને સારી લીડ પર વિજય થયા હતા, વોર્ડ નંબર ૫ પર ભારતીય જનતા પાર્ટીની પેનલ સાથે વિજયી બની હતી જેમાં અલકાબેન રાકેશકુમાર બારોટ ને વધુ મત મળ્યા હતા , વોર્ડ નંબર ૬ માં ભારતીય જનતા પાર્ટીની પેનલ નો વિજય થયો હતો જેમાં હિતેષકુમાર જયંતિલાલ પટેલ ને વધુ મત મળ્યા હતા, વોર્ડ નંબર ૭ માં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજેતા બની હતી જેમાં અમૃતભાઈ બાબુલાલ પુરોહિત ને સૌથી વધુ મત મળ્યા હતા, વોર્ડ નંબર ૮ પર ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજયી બની હતી જેમાં ધર્મરાજસિંહ બળવંતસિંહ દેવડા ને સૌથી વધુ મત મળ્યા હતા, વોર્ડ નંબર ૯ માં ૨ બેઠક પહેલાથી ભારતીય જનતા પાર્ટીમાં બિનહરીફ જાહેર થઈ હતી અને બીજી ૨ બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટી વિજય મેળવ્યો હતો જેમાં રાહુલકુમાર બીપીનભાઇ પટેલ સૌથી વધુ મત મળ્યા હતા, વોર્ડ નંબર ૧૦ માં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજયી બની હતી , જેમાં કલ્પિતભાઇ હર્ષદરાય દવે ને સૌથી વધુ મત મળ્યા હતા, વોર્ડ નંબર ૧૧ માં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજેતા બની હતી જેમાં અવનિશભાઇ પ્રવિણચંદ્ર જોશી ને સૌથી વધુ મત મળ્યા હતા.


