>
Friday, June 20, 2025

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના દેલવાડા ગામે પંચાયત સત્તાધિશો સફાળા જાગ્યા 

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના દેલવાડા ગામે પંચાયત સત્તાધિશો સફાળા જાગ્યા

ગત તારીખ 21/5/2025 વડાલી ન્યૂઝ ના બીજા પાના ઉપર દેલવાડા ગામે પ્રજા ના પૈસા નો વેડફાટ હેઠળ સમાચાર રિપોર્ટર રમેશભાઇ વંશ મારફત પ્રસિધ્ધ કરવામાં આવેલ

Oplus_16777216

આ સમાચાર ની ગંભીર રીતે નોંધ લેવા મા આવી હોય એ રિતે પંચાયત સત્તાધિશો સફાળા જાગેલા હોય એવો ઘાટ સર્જાયો છે આજે દેલવાડા ગામ ની જાહેર જનતા વચ્ચે ચાલી રહેલી ચર્ચા મુજબ આગામી તારીખ 30/5/2025 ને શુક્રવાર એ સાંજે 4/00 કલાકે નવા બનેલા રુપિયા 2700000/ લાખ ના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ભવન છેલ્લા પાંચ મહિના પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત ને આ બિલ્ડીંગ સોંપવામાં આવી હોવા છતાં જનતા ના ઉપયોગ માટે ખુલ્લું મુકવા મા આવેલ નહોતુ ત્યારે હર હંમેશ જનતા ના અવાજ આપવા માટે તત્પર એવા વડાલી ન્યૂઝ મા સમાચાર પ્રસિદ્ધ થયા હતા એટલે તાત્કાલિક અસરથી સ્થાનિક પંચાયત સફાળી જાગેલી હોય એમ આજરોજ પંચાયત ના નવા બનેલા બિલ્ડીંગ ની લોકાર્પણ ની તારીખ જાહેર કરી હવે આગામી તારીખ 30/5/2025 ના રોજ જાહેર જનતા માટે ખુલ્લું મુકવા મા આવસે આમ વડાલી ન્યૂઝ નો પડઘો પડ્યો છે બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores