અમદાવાદ પ્લેન દુર્ઘટના: દિવના રમેશ ભાલિયાનો ચમત્કારિક રીતે બચ્યા

અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં દિવના બુચારવાડા ગામના ૩૮ વર્ષીય રમેશ વિશ્વાસકુમાર ભાલિયાનો ચમત્કારિક બચાવ થયો છે. છેલ્લા ૨૦ વર્ષથી લંડનમાં સ્થાયી થયેલા રમેશ ભાલિયા, જે ૧૧A નંબરની સીટ પર બિરાજમાન હતા, ફ્લાઇટ ક્રેશ થયા બાદ આગની ભયાવહ જ્વાળાઓ અને મૃતદેહોની વચ્ચેથી હેમખેમ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.બ્રિટનના નાગરિક રમેશ ભાલિયાએ દુર્ઘટનાનો ભયાવહ અનુભવ વર્ણવતા જણાવ્યું કે, “મારી આસપાસ મૃતદેહો હતા. મને ખૂબ ડર લાગ્યો. હું તરત ઊભો થયો અને સલામતી માટે દોડ્યો. ચારેય બાજુ વિમાનના ટુકડા વેરવિખેર પડ્યા હતા.”
પ્રાપ્ત વિગત મુજબ, રમેશ ભાલિયા છેલ્લા બે દાયકાથી લંડનમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક બાળક છે, જેઓ પણ લંડનમાં જ રહે છે. છ મહિના પહેલા તેઓ પોતાના ભાઈ અજય ભાલિયા સાથે વતન આવ્યા હતા અને લંડન પરત ફરતી વખતે જ આ દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. સદ્ભાગ્યે, તેમણે આ ભયાનક દુર્ઘટનામાંથી પોતાનો જીવ બચાવવામાં સફળતા મેળવી.જેના શરીર પર દાઝેલા ના ઘાવ વિડિઓ માં દેખાઈ છે





Total Users : 167617
Views Today : 