કૃતજ્ઞતા સમારોહ તથા સત્સંગ મેળાવડો ભાવભીનાં વાતાવરણમાં યોજાયો
હિંમતનગર ખાતે આવેલ શ્રીમદ્ જેશીંગ બાપા વાનપ્રસ્થ ભવન, ભોલેશ્વર મંદિર ખાતે તા. 18-05-2026 ના રોજ શ્રી પ્રકાશભાઈ કરશનભાઈ વણકર (કાણીયોલ) દ્વારા આયોજિત “કૃતજ્ઞતા સમારોહ તથા સત્સંગ મેળાવડો” ખૂબ જ ભવ્ય, આધ્યાત્મિક અને ભાવસભર માહોલમાં યોજાયો હતો. કાર્યક્રમમાં સંતશ્રી જોધલપુર વંશજ લાલદાસ બાપુ જોધલપીર તીર્થધામ કેસરડી, મહાનુભાવો પરમ આદરણીય ડૉ.રસિકભાઈ પરમાર સાહેબ, સામાજિક આગેવાનો, શિક્ષણપ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સંતશ્રી લાલદાસ બાપુ તથા મહેમાનોના આગમન સાથે થઈ હતી. ત્યારબાદ પ્રકાશભાઇના જન્મ દિવસે પાંચ વૃક્ષો પીપળો, વડલો,લીમડો,આંબો,આંબળા ના વૃક્ષારોપણ કાર્યક્રમ લાલદાસબાપુ , મહેમાનો તથા પ્રકાશભાઇના હસ્તે યોજાયો અને પર્યાવરણ જાગૃતિનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. લાલજી બાપાની પ્રતિમાને ફૂલહાર અર્પણ, દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના શ્લોક સાથે કાર્યક્રમને આધ્યાત્મિકતા પ્રાપ્ત થઈ હતી.

સ્વાગત સમારોહ અંતર્ગત દુલાબેન દ્વારા મહેમાનોનું હાર્દિક શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જામળા પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત દ્વારા સૌનું મન મોહી લીધું હતું. સંતશ્રી લાલદાસ બાપુ જોધલપીર વંશજ કેસરડીનું શાલ અને ફૂલહારથી સન્માન પ્રકાશભાઈ અને એમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પરમ પૂજય સંતશ્રી જોધલપીર વંશજ લાલદાસ બાપુ ના હસ્તે “સમાજ રત્ન એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. સન્માનનીય ડૉ. અમૃતલાલ, ડૉ. રસિકભાઈ, શ્રી હસમુખભાઈ, ડૉ રવિભાઈ, શ્રી જીતેન્દ્રભાઈને શાલ, સ્મૃતિચિહ્ન, સન્માનપત્ર અને પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવેલા મહેમાનોએ કાર્યક્રમની પ્રશંસા વ્યક્ત કરી હતી.

માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં પ્રકાશભાઇના માતા, પિતા અને સાસુની વંદના પ્રકાશભાઈ અને એમના પરિવારે પૂજન, આરતી કરી વંદના કરી હતી., “રામ આયેંગે” ગીત પર જામલા શાળા ની દીકરીઓએ અભિનય અને સંસ્કારસભર કાર્યક્રમોએ સૌને ભાવવિભોર કર્યા હતા. આ પ્રસંગે શ્રી પ્રકાશભાઈ દ્વારા રચાયેલ “યોગ દિવ્ય શક્તિ” પુસ્તકનું વિમોચન પરમ પૂજ્ય લાલદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ડૉ. રસિક પરમાર સાહેબે પ્રેરણાત્મક પ્રવચન આપીને સમાજમાં સંસ્કાર, શિક્ષણ અને યોગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. સંતશ્રી લાલદાસ બાપુના સત્સંગથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
વસંતભાઈ સાહેબ ચિત્રોડા દ્વારા લાલજીબાપણી પ્રવૃતિ ઓની ઝાંખી કરાવવામાં આવી હતી.
દુલાબેન દ્વારા સ્વરચિત ભાવવંદના રજૂ કરવામાં આવી હતી. જે સાંભરી હજાર સર્વે ભાવ વિભોર થઈ ગયા હતા.
પૂજ્ય લાલજીબાપાની આરતી સર્વે મુમુક્ષુઓ દ્વારા કરવામાં આવી હતી.
અંતમાં જિયા કેપ્ટન દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીગ્નેશ પટેલ મહાકાળી એન્કરિંગ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં સાગરભાઇ પણ જોડાયા હતાં.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 