>
Thursday, May 21, 2026

ખેડબ્રહ્મા શહેરમા મજુર અધિકાર સંગઠન દ્વારા પ્રાંત સાહેબ ને બીટી કપાસના ભાવ વધારા અને સમયસર પૈસાને લઈને આવેદન પત્ર આપ્યું

ખેડબ્રહ્મા શહેરમા મજુર અધિકાર સંગઠન દ્વારા પ્રાંત સાહેબ ને બીટી કપાસના ભાવ વધારા અને સમયસર પૈસાને લઈને આવેદન પત્ર આપ્યું

 

મજૂર અધિકાર સંગઠન, સાબરકાંઠા દ્વારા આજ રોજ પ્રાંત સાહેબ શ્રી, ખેડબ્રહ્માને આવેદન પત્ર પાઠવી આદિવાસી વિસ્તારના કપાસ ઉત્પાદક ખેડૂતોને સમયસર ચુકવણી તથા વ્યાજ બાબતે યોગ્ય ન્યાય આપવા માંગ કરવામાં આવી હતી.

 

આ આવેદન પત્રમાં જણાવાયું હતું કે ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના આદિવાસી ખેડૂતો કપાસ ઉત્પાદન કરી વિવિધ જિન મિલોમાં માલ જમા કરે છે, પરંતુ ખેડૂતોને માલની ચુકવણી 6 મહિના કે તેથી વધુ સમય પછી આપવામાં આવે છે. આ વિલંબને કારણે ખેડૂતોને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

મજૂર અધિકાર સંગઠનના પ્રમુખ ચંદુભાઈ, ઉપપ્રમુખ ધૂળાભાઈ અને સંગઠન સચિવ મગનભાઈ દ્વારા અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કપાસના પૈસા મોડા મળવાના કારણે આદિવાસી પરિવારો પોતાના સામાજિક પ્રસંગો, બાળકોના અભ્યાસ તેમજ દૈનિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં મુશ્કેલી અનુભવે છે. ખેડૂતોને સમયસર ન્યાય મળે અને વ્યાજની યોગ્ય ગણતરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

 

આવેદન પત્રમાં મુખ્ય માંગણીઓ 1. ખેડૂતો દ્વારા માલ જીન મિલોને આપ્યા બાદ તેમનાં વધુ ૧૫ થી ૨૦ દિવસમાં સંપૂર્ણ ચુકવણી કરવામાં આવે.

 

2. એડવાન્સ રકમ પર એક સમાન અને યોગ્ય વ્યાજ દર લાગુ કરવામાં આવે.

 

3. જેટલા સમય માટે રકમ રોકાય છે તેટલા સમય પ્રમાણે જ વ્યાજની ગણતરી કરવામાં આવે.

 

4. ખેડૂતોને સમયસર રકમ મળવાથી તેઓ પોતાના સામાજિક પ્રસંગો, બાળકોના અભ્યાસ તથા આરોગ્યલક્ષી ખર્ચ સરળતાથી કરી શકે.

 

5. બીજી કપાસનો કપાસમાં પાકા માલનો ભાવ પ્રતિ કિલો ₹700 રૂપિયા એક હજાર નક્કી કરવામાં આવે તે ખેડૂતોને આપવામાં આવે.

 

6. કપાસમાંથી બીજવાતા કાચા માલનો ઉત્પાદન ભાવ નક્કી કરી અલગથી પૈસા આપવામાં આવે.

 

આ પ્રસંગે રાજુભાઈ, જગદીશભાઈ, મૂળજીભાઈ સહિત અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આદિવાસી ખેડૂતોના હિત માટે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા માંગ કરવામાં આવી હતી.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores