ભારત વિકાસ પરિષદ ઈડર શાખાનો વાર્ષિક સાધારણ સભા અને પદગ્રહણ સમારોહ યોજાયો
ભારત વિકાસ પરિષદ, ઈડર શાખા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટેની વાર્ષિક સાધારણ સભા અને પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઈડરની હોટેલ સીટી આર.એમ. ખાતે સંપન્ન થયો હતો.

આ પ્રસંગે વિપુલકુમાર લોનવાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરીને વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના હેતુ સાથે કાર્યરત છે. સંસ્થા દ્વારા સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓ અને સંસ્કારોનું સિંચન કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ સમારોહમાં જ્યોતીન્દ્રભાઈ દવે, ડોક્ટર દેવમ શાહ, હાર્દિકભાઈ સગર અને ડોક્ટર એન.જી. બિહોલ સમારંભક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદના પ્રમુખ નરસિંહભાઈ પટેલ, મંત્રી સંજયભાઈ સોની, ખજાનચી અશોકભાઈ સોની અને મહિલા સંયોજિકા અનિતાબેન ગોસ્વામીએ જહેમત ઉઠાવી હતી. ઈડર શહેરના અનેક નાગરિકોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 