બાલાસિનોર બસ સ્ટેન્ડ ખાતે શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા શરબત નું આયોજન કરાયું
બાલાસિનોર બસ સ્ટેશન માં 3,000 થી વધુ લોકોએ કાળઝાળ ગરમીમાં ઠંડો શરબત પીધા બાદ હાશ અનુભવી

હાલ રાજ્યભરમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે અસહ્ય તાપ અને બફારાથી અકળાયેલા લોકોને રાહત આપવા માટે સામાજિક સંસ્થાઓ વહારે આવી રહી છે. આ કડીમાં બાલાસિનોરના જાણીતા શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય જનસેવા આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા આકરી ગરમીમાં લોકોને શીતળતા બક્ષવા માટે એક ભવ્ય શરબત વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ ગરમીથી આશરો મેળવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા આ સેવાયજ્ઞ માટે ખાસ કરીને વ્યસ્ત એવા બાલાસિનોર બસ સ્ટેશન પરિસરની પસંદગી કરવામાં આવી હતી. આ કેમ્પનો લાભ બસની રાહ જોઈને ઉભેલા હજારો મુસાફરો, એસ.ટી.ના કર્મચારીઓ તેમજ ધોમધખતા તાપમાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ લીધો હતો. બસ સ્ટેશન જેવા જાહેર સ્થળે ઠંડા શરબતની વ્યવસ્થા થતાં લોકોમાં ભારે આનંદની લાગણી જોવા મળી હતી. આ ભગીરથ કાર્ય અંતર્ગત અંદાજે ૩૦૦૦ થી વધુ લોકોને વહેંચાયેલા શરબતથી તૃપ્તિ મળી હતી.
આ પ્રસંગે સંસ્થાના ઉદ્દેશ્ય અંગે માહિતી આપતા શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેજવંત સેવકે જણાવ્યું હતું કે અમારું ટ્રસ્ટ સદાય લોકહિતના કાર્યો કરવા માટે કટિબંધ છે જન સેવા એજ પ્રભુ સેવા મંત્રને સાર્થક કરતા ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો ચાલુ રહશે આ આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટના તમામ હોદ્દેદારો અને સેવાભાવી કાર્યકરો રાહિલ ધરીયા, વિઆંજુ પટેલ,રાજેન્દ્ર પટેલ,તુલસી કટારિયા,ભૌમિક પટેલ સહિત સેવાભાવી લોકોએ જહેમત ઉઠાવી હતી. સ્થાનિક નગરજનોએ સંસ્થાની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાથે ભૌમિક પટેલ પંચમહાલ
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 