વાયુનેત્ર સંસ્થાની અનોખી પહેલ: ભજપુરા ખાતે જિલ્લા ગ્રામિણ ટુર્નામેન્ટ સીઝન 3 નું ભવ્ય ઉદ્ઘાટન
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભજપુરા ગામે રવિવારે રાત્રે 8:00 કલાકે “વાઇબ્રન્ટ યુથ ક્રિકેટ ટુર્નામેન્ટ – જિલ્લા ગ્રામિણ ટુર્નામેન્ટ સીઝન 3” નું ભવ્ય ઓપનિંગ યોજાયું હતું. ગુજરાતની સૌપ્રથમ જિલ્લા સ્તરીય ગ્રામિણ ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો અને ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાયુનેત્ર યુથ એન્ડ ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામિણ યુવાનોને રમતગમત સાથે જોડવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. વર્ષ 2024માં કંબોસણી , 2025માં રામપુર – વાસણા બાદ હવે 2026માં ભજપુરા ખાતે ત્રીજા સીઝનનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં પરમ પૂજ્ય સંત શ્રી સોમપુરી મહારાજ, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ મેચ ચૂલ્લા ઇલેવન અને દેત્રોલી ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં દેત્રોલી ટીમે વિજય મેળવ્યો હતો. ટુર્નામેન્ટમાં અંદાજે 80 થી વધુ ગ્રામિણ ટીમો ભાગ લીધો
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 