>
Monday, May 18, 2026

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નવા (રેવાસ) મુકામે “ધી નવા (ઈ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ” અને “ધી નવા ગામની સેવા સહકારી મંડળી લિ” ના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો.

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નવા (રેવાસ) મુકામે “ધી નવા (ઈ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ” અને “ધી નવા ગામની સેવા સહકારી મંડળી લિ” ના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો.

 

સહકારના પાયા પર ઉભેલી આપણી શ્વેતક્રાંતિને વધુ મજબૂત બનાવતા, ઈડર તાલુકાની નવા (રેવાસ) મુકામે “ધી નવા (ઈ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ” અને “ધી નવા ગામની સેવા સહકારી મંડળી લિ” ના ૫૦ વર્ષની સફળ સફર નિમિત્તે આયોજિત ‘સુવર્ણ જયંતિ મહોત્સવ’માં સાબર ડેરીના ચેરમેન માનનીયશ્રી શામળભાઈ બી.પટેલ સાહેબે વિશેષ ઉપસ્થિત રહી પશુપાલકોને સંબોધન કર્યું અને સાથેજ મંડળી ને શ્વેત ક્રાંતિના મિશનમાં સહભાગી થઈ નવી ઊંચાઈઓ સર કરે તેવી સાબર ડેરી પરિવાર વતી શુભકામનાઓ પાઠવી.

 

૨૦૦ લીટર થી શરૂ થયેલ મંડળી નું 40 વર્ષ સુધી સિંચન કરી વિકાસની યશોગાથા જેઓના નેતૃત્વ માં લખાઈ એવા સાબર ડેરીના પૂર્વ ચેરમેન શ્રી સ્વ. ખેમાભાઈ પટેલના સહકારી સંસ્થાઓ અને સભાસદોના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરી પ્રસંગે પૂર્વ ચેરમેન શ્રી ઓ, કર્મચારીઓ તથા પ્રગતિશીલ દૂધ ઉત્પાદકો ને સન્માનિત કરવામાં આવ્યા હતા

 

ચેરમેનશ્રી એ અધ્યક્ષ સ્થાને થી મોટી સંખ્યામાં ઉપસ્થિત સભાસદો ને શુભેચ્છા પાઠવી હતી અને સાબર ડેરીની પ્રગતિ ની માહિતી રજૂ કરી સંઘ દ્વારા કરવામાં આવેલ ચીજ પ્લાન્ટ, રોહતક ખાતે દહીં પ્લાન્ટ ના ક્રમબદ્ધ આયોજન અને પરિણામે 10000 કરોડ ના ટર્નઓવર સુધી પહોંચ્યા છીએ જેના યશનાં હક્કદાર દૂધ ઉત્પાદક છે દૂધના વ્યવસાય નું ઉજળા ભવિષ્ય ને ધ્યાને લઈ યુવાનો પશુપાલન વ્યવસાય માં આવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો

આ પ્રસંગે સાબર ડેરી ના વાઈસ ચેરમેન શ્રી ઋતુરાજભાઈ ડી.પટેલ, ડિરેક્ટરશ્રીઓ, એમ.ડી. શ્રી સાથે સેવા મંડળી – દૂધ મંડળી ના ડિરેક્ટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ ,કર્મચારીઓ તથા સહકારી આગેવાનો સેક્રેટરી તથા વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓ અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores