હિંમતનગર બધીર સેવા ટ્રસ્ટ દ્વારા કેરી પિકમઝા ઉત્સવ ઉજવાઈ ગયો
ખેડબ્રહ્મા શહેર ખાતે તા. 18/05/2026 ના રોજ હિંમતનગર સેવા ટ્રસ્ટ દ્વારા હિંમત હાઇસ્કુલ માં હિંમતનગર સેવા ટ્રસ્ટ દ્વારા મુક બધીરો નો કેરી પીકમઝા ઉત્સવ ખેડબ્રહ્મા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો આ પ્રસંગે અંકિત ગામી ઉપપ્રમુખ ગુજરાત એસોસિએશન ઓફ ડેફ હુસેનભાઇ મનસુરી સુનિલભાઈ પટેલ સરફરાજભાઈ મનસુરી બધીર ટ્રસ્ટી મનિષાબેન પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મહેમાનોનું બુકે અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મુક બધીરોને રમત ગમત રમાડવામાં આવ્યા હતા સવાલ જવાબ પૂછવામાં આવ્યા હતા
જેનો તેઓ તેમને સાંકેતિક ભાષામાં સુંદર જવાબો આપ્યા હતા કાર્યક્રમના અંતે ભોજન અને લસ્સી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . અંતમાં આભાર વિધિ મનીષાબેન પટેલે કરી હતી સફળ સંચાલન સરફરાજ ભાઈ મન્સૂરી કર્યું હતું
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


