>
Thursday, May 21, 2026

પોશીના ખાતે નવું અધતન એસ.ટી બસ સ્ટેન્ડ બનાવવાની પ્રક્રિયાથી પોશીના વાસી ઓમાં આનંદ ની લાગણી 

પોશીના ખાતે નવું અધતન એસ.ટી બસ સ્ટેન્ડ બનાવવાની પ્રક્રિયાથી પોશીના વાસી ઓમાં આનંદ ની લાગણી

 

ખેડબ્રહ્મા પોશીના વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરી દ્વારા પોશીના ખાતે તાલુકા કક્ષાનું નવું એસટી બસ સ્ટેન્ડ બનાવવા માટે કરવામાં આવેલી રજૂઆતને મોટી સફળતા મળી છે ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અને વહીવટી પ્રક્રિયા ખૂબ જ ઝડપી બનાવી દેવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીને કરાઈ હતી રજૂઆત ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ ગત તારીખ 25 2 2026 ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને પોશીના વિસ્તારના મુસાફરોની સુવિધા માટે નવું બસ સ્ટેન્ડ બનાવવામાં માઞ કરી હતી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી હારીત શુકલ દ્વારા એસટી નિગમને નિયમો અનુસાર ની તાકીદે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી પોશીના તાલુકાના અંતરિયાળ અને સરહદી ગામડાઓના હજારો નાગરિકો નોકરીયાતો અને રોજ અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પ્રોપર બસ સ્ટેન્ડ ન હોવાના કારણે ભારે હાલાકી ભોગવી પડતી હતી આ જમીન એસટી નિગમની પ્રાપ્ત થતા જ તાત્કાલિક ધોરણે તાલુકા કક્ષાના બસ સ્ટેન્ડ નું માળખાકીય કામ શરૂ કરી દેવામાં આવશે ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી ના આ સકારાત્મક ઉપયોગી કાર્યની પગલે સમગ્ર પોશીના પંથક ની જનતાને ખુશીની લઈ વ્યાપી ગઈ અને ગ્રામજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો

 

બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9990340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores