એકતા અને પ્રગતિનો શંખનાદ: રોહિત સમાજ યુવા ગ્રુપ સાબરકાંઠા
યુગપુરુષ, બંધારણના ઘડવૈયા પરમ પૂજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરના અમૂલ્ય સૂત્ર “શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો” ને હૃદયમાં ધારણ કરી, તેમના વિચારોની જ્યોત પ્રગટાવીને આજરોજ ઈડર ખાતે હોટલ સિટી મધ્યે રોહિત સમાજ યુવા ગ્રુપ સાબરકાંઠા દ્વારા એક ઐતિહાસિક ઓક્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ માત્ર રમતગમતનું આયોજન નથી, પરંતુ બાબાસાહેબના સંગઠનના વિચારને સાર્થક કરવા અને સમાજની અતૂટ એકતા માટે રચાયેલું એક મજબૂત પ્લેટફોર્મ છે, જેમાં સૌથી વધુ સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર જોડાયા છે અને ટોટલ ૮ (આઠ) ટીમો ભાગ લઈ રહી છે. આ ભવ્ય દિવસના આયોજનને સફળ બનાવવા માટે તમામ મિત્રોએ ખભેખભા મિલાવીને, અગાઉના આયોજનોની જેમ જ આ વખતે પણ પૂરા જુસ્સા અને પરસ્પર સહયોગથી સાથે મળીને કામ કર્યું છે. કાર્યક્રમ દરમિયાન સમાજના ગૌરવ સમાન મિત્રોનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, જે આપણી ટીમ ભાવના અને એકતાને વધુ મજબૂત કરે છે. આ ભગીરથ કાર્યમાં જોડાનાર અને રાત-દિવસ મહેનત કરનાર તમામ આયોજક મિત્રો, સહયોગીઓ અને ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન અને કાર્યક્રમની ભવ્ય સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ! જય ભીમ! જય ભારત! એકતા એ જ આપણું બળ જય ભીમ
રિપોર્ટર એક ભારત ન્યૂઝ સાબરકાંઠા







Total Users : 145600
Views Today : 