વડાલીમાં સહકારી જીન રોડ ઉપર ટ્રાફિક જામ માં 108 ફસાઈ
૧૦૮ એમ્બ્યુલન્સ ફસાઈ,રેપડી માતાજી મંદિર પાસે રાહદારીઓએ રસ્તો ક્લિયર કરાવ્યો
વડાલી શહેરના વ્યસ્ત સહકારી જીન રોડ પર ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન ગંભીર બની રહી છે. આ દૈનિક ટ્રાફિક જામને કારણે વાહનચાલકો અને સ્થાનિકો ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે. શનિવારે સાંજે એક ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ આ ટ્રાફિકમાં ફસાઈ જતાં પરિસ્થિતિ વધુ વણસી હતી.

મળતી માહિતી મુજબ, સહકારી જીન રોડ પર આવેલા રેપડી માતાજી મંદિરની આસપાસ રોડની બાજુમાં ખાનગી વાહનો ઊભા રહે છે અને આડેધડ પાર્કિંગ થાય છે. આના પરિણામે, આ માર્ગ પરથી પસાર થતા મોટા વાહનોને વળાંક લેવામાં કે સામસામેથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે.
શનિવારે સાંજે જ્યારે ટ્રાફિક સર્જાયો ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી સાયરન વગાડતી હોવા છતાં ટ્રાફિક જામમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. આ દ્રશ્ય જોતાં જ રાહદારીઓ પોતાની તાત્કાલિક રોડ પર દોડી આવ્યા હતા.આડેધડ ઊભેલા વાહનોને ખસેડાવ્યા અને ટ્રાફિક હળવો કરીને ૧૦૮ એમ્બ્યુલન્સને સુરક્ષિત રીતે આગળ રવાના કરી હતી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 