ખેડબ્રહ્મા નો લાંચિયો કોન્સ્ટેબલ એક લાખ રૂપિયાની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યો
3 એકટીવા ના મેમાનો દંડ ભરી દીધા બાદ ચાવી લેવા જતા બે ત્રણ મહિનાનો દારૂનો હપ્તો બાકી હતો તે પેટી માંગણી કરી હતી
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો લાંચીયો કોન્સ્ટેબલ વિકાસ હસમુખભાઈ પટેલ દારૂનો ધંધો છોડી દેનાર પાસે છેલ્લા બે ત્રણ મહિના નું બાકી રહી ગયેલ હપ્તો લેવા એસ ઓ જી એ ડીટેઇન કરેલ ત્રણ એકટીવા છોડાવવા માટે દારૂના હપ્તાની બાકી રકમ 1.65 લાખ પૈકી પ્રથમ 1, 1 એકટીવા લેવા જતા ગાંધીનગર એસીબી એ રંગે હાથ ઝડપી ખેડબ્રહ્મા પોલીસ અને દારૂના વેપલા ના સંબંધોનો પર્દાફાશ કર્યો હતો
ખેડબ્રહ્મા માં રહેતા તેજસ વિજયભાઈ રાવલ દારૂનો ધંધો કરતા હતા અને નવેમ્બર 24 માં દારૂનો ધંધો બંધ કરી ઈકો ભાડેથી ચલાવવાની શરૂ કરી હતી તારીખ 17/ 5/ 25 ના રોજ તેજસ રાવલ અને તેમના બે મિત્રો મટોડામાં ત્રણ એકટીવા લઈને ઊભા હતા તે સમયે એસ ઓ જી ની ગાડી આવતા એકટીવા ની નંબર પ્લેટ ન હોવાથી ત્રણેય એકટીવા ડિટેન કરી આરસીબુક જમા લઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં મૂક્યા હતા. ત્યારબાદ 23/ 5/ 25 ના રોજ કોર્ટમાં મેમો ભરી રીસીપ્ટ લઈને એકટીવા છોડાવવા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પહોંચતા ટ્રાફિકના જમાદાર જયદીપભાઇ એ રીસીપ્ટ લઈ ચોપડામાં સહી કરાવ્યા બાદ એકટીવા ની ચાવી વિકાસ નામનો કોન્સ્ટેબલ લઈ ગયા હોવાનું કહેતા પીઆઇ પઢેરીયા ને મળતા એમણે વિકાસને ફોન કર્યો હતો અને વિકાસ એ તેમને જણાવ્યું હતું કે આ અગાઉ દારૂનો ધંધો કરતા હતા અત્યારના હપ્તાના પૈસા બાકી છે તે આપશે ત્યારે activa આપીશું
એકટીવા છોડાવવા વારંવાર પ્રયાસ કરતા છતાં બહાના કાઢી પૈસાની માગણી કરી ખેડબ્રહ્મા પોલીસનો વહીવટદાર પોલીસ કરમી વિકાસ પટેલ છેલ્લા એકાદ માસથી ઘેર આવીને અને વોટ્સેપ કોલ કરીને તારા દારૂના ધંધાના 1.65 લાખ બાકી છે આપી દે નહીં તો ખોટા કેસ કરીશ ની ધમકીઓ આપતો હતો જેનાથી કંટાળી ગાંધીનગર એસીબી નો સંપર્ક કરી વિકાસ પટેલ સાથે નક્કી કર્યા મુજબ 19/6/25 ના રોજ ₹50,000 ની વ્યવસ્થા તેજસ રાવલ અને બાકીના રૂપિયા 50,000 ની વ્યવસ્થા સરકાર પક્ષે કર્યા બાદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડની બહાર પાર્કિંગમાં પ્રથમ તબક્કામાં એક લાખની સામે એક એકટીવા છોડવા પેટે વિકાસ હસમુખભાઈ પટેલ ની લાંચની રકમ સ્વીકારતા ટ્રેપીગ ઓફિસર ડી.બી. મહેતાની ટીમે રૂપિયા 1 લાખ લેતા રંગે હાથ ઝડપી એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા