અમીરગઢ…
અમીરગઢ તાલુકા ના ઇકબાલગઢ ગામ માં 30 બોટલો સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
અમીરગઢ તાલુકા ના ઇકબાલગઢ ગામ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. ઇકબાલગઢ ખાતે જીવન વોલેન્ટરી બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર રમીલાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
MPHS દુર્ગેશભાઈ પ્રણામીના સંચાલન હેઠળ ઇકબાલગઢ આરોગ્ય સ્ટાફે વિવિધ માધ્યમો દ્વારા કેમ્પનો પ્રચાર કર્યો. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઇકબાલગઢ શાખાએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ભેટ આપી.
કેમ્પમાં કુલ 30 યુનિટ રક્ત એકત્રિત થયું. રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક આ માનવતાના કાર્યક્રમમાં ભાગ લીધો. કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો. મેડિકલ ઓફિસર અને MPHSએ તમામ રક્તદાતાઓનો આભાર માન્યો.
અહેવાલ :- memon vahid (અમીરગઢ)